(એજન્સી) નવી દિલ્હી,તા.૧
આ વખતની ગરમી માત્ર આકરો તાપ આપનારી જ નહીં પરંતુ આગ ઝરતી હશે. હવામાન વિભાગ અનુસાર, આ વર્ષે માર્ચથી લઈને મેની વચ્ચે ગરમી સામાન્ય સ્તરથી ઉપર રહેશે. ગરમીનું સ્તર સામાન્યથી ૧.પ ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેશે. ગરમીનો પ્રકોપ આખા દેશને પોતાના લપેટમાં લેશે અને દેશનો અડધાથી વધુ ભાગ તેનાથી પ્રભાવિત થશે.
દરમ્યાન વિભાગે અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરમીનું સ્તર લગભગ પર ટકા વધાારે રહેશે અને આ દરમ્યાન આગ ઝરતી ગરમી હવાનો અનુભવ થશે. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, પં. બંગાળ, ઓરિસ્સા વગેરે ગરમીને કારણે ખૂબ જ પ્રભાવિત થશે. આ દરમ્યાન ગરમીની અસર દ.ભારત પર પણ જોવા મળશે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ક્ષેત્રોમાં તાપમાન સામાન્યથી ૦.પ ઉપર રહેશે.
આવી જ પરિસ્થિતિ ઉત્તરપૂર્વના રાજયો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ રહેશે. વિભાગના અધ્યક્ષ ડી.શિવાનંદ પાઈએ કહ્યું કે, માર્ચ અને મેમાં ગરમીનું સ્તર સામાન્યથી ઉપર હોવું એ ગ્લોબલ વોર્મિગનો ભાગ હશે.