(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
ભારતીય નૌકાદળના પ્રમુખ એડમિરલ સુનિલ લાંબાએ આજે કહ્યું કે માલદીવે દ્વિવાર્ષિક નૌસેના અભ્યાસમાં ભાગ લેવાનું ભારતનું આમંત્રણ ઠુકરાવી દીધું છે. મિલન નામના આ અભ્યાસ ૬ માર્ચથી શરૂ થઈ રહ્યો છે. નેવી ચીફ એડમિરલ લાંબાએ કહ્યું કે માલદીવે નિમંત્રણ ઠુકરાવવા પાછળ કોઈ કારણ આપ્યું નથી. નેવીના સૂત્રોએ કહ્યું કે ૧૫ દેશો આ અભ્યાસમાં ભાગ લેવાની પુષ્ટિ કરી ચૂક્યાં છે. દ્વિવાર્ષિક નોસેના અભ્યાસ મિલનનું આયોજન આંદોમાન નિકોબાર દ્વીપ સમૂહમાં યોજાઈ રહ્યો છે. હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં ચીનની વધી રહેલી સામુદ્રિક તાકાતને ધ્યાનમાં રાખીને મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નેવીના અધિકારીઓએ કહ્યું કે અભ્યાસ દરમિયાન બીજા દેશોના નેવી ચીફની વચ્ચે વિચાર વિમર્શ દરમિયના આ મુદ્દો ઉઠી શકે છે. ભારતીય વાયુસેનાના પ્રવક્તા ડીકેમ શર્માએ કહ્યું કે મિલન અભ્યાસ દરમિયાન સમુદ્રી સૈનિક ગતિવિધિઓ અંગે ક્ષેત્રીય સહકાર વધારવા તથા સમુદ્રમાં ગેરકાનૂની ગતિવિધિઓને અટકાવવા માટે વિચારોનું આદાનપ્રદાન પણ થશે. પ્રવક્તાએ કહ્યું કે આ અભ્યાસમાં સામેલ થનાર દેશોની નોસેનાની વચ્ચે ઊભરતા પડકારોની સાથે કામ પાર પાડવા માટે શ્રેષ્ઠ તાલમેલ થશે. ભારત અને અમેરિકા સહિત ઘણા બીજા દેશો સાઉથ ચાઈના સીના વિવાદમાં ચીનનો મુકાબલો કરવાની કોશિસ કરી રહ્યાં છે. ચીન આ વિસ્તારમાં તેનો દબદબો વધારવા માટે કોશિશ કરી રહ્યું છે. જ્યારે બાકીના દેશો સ્વતંત્ર આવરા-જાવરાને વધારવાની હિમાયત કરી રહ્યાં છે. નોસેના અભ્યાસમાં આ મુદ્દાને પણ ઉઠાવવામાં આવશે.