(એજન્સી) શાંઘાઈ, તા.ર૦
એક ચાઈનીઝ ન્યુઝ પોર્ટલે જણાવ્યું હતું કે માલદીવની બંધારણીય કટોકટી વચ્ચે આ મહિનામાં ૧૧ ચાઈનીઝ યુદ્ધજહાજો પૂર્વ હિંદ મહાસાગરમાં જવા માટે રવાના થયા છે. વિનાશિકાઓનો એક કાફલો એક ફિગેટ એક ટ્રાન્સપોર્ટ ડોક અને ત્રણ સહાયક ટેન્કરો હિંદ મહાસાગરમાં દાખલ થયા હતા. આ ન્યુઝ પોર્ટલે રવિવારે જણાવ્યું હતું કે જો તમે આ યુદ્ધ જહાજો અને અન્ય સાધનોનું નિરીક્ષણ કરો તો લાગશે કે ચાઈનીઝ અને ભારતીય નૌકાદળ વચ્ચે વધારે અંતર નથી. આ ન્યુઝ એજન્સીએ આ જણાવ્યું ન હતું કે આ નૌકા કાફલાને ક્યાં અને કેટલા સમય માટે ગોઠવવામાં આવ્યું છે.
માલદીવના રાષ્ટ્રપતિ યામીન દ્વારા પ ફેબ્રુઆરીએ કટોકટી લાદવામાં આવી હતી. આ પંદર દિવસ માટે કટોકટી લાદવા માટેનું કારણ છે કે સુપ્રીમ કોર્ટના એ આદેશને રદ કરવો જેમાં વિપક્ષના નવા નેતાઓ વિરૂદ્ધ આરોપનામું નકારી કાઢવામાં આવ્યું છે અને તેમની સરકારને જેલમાં રહેલા વિપક્ષી નેતાઓને છોડી મૂકવાનો હુકમ આપવામાં આવ્યો છે. સોમવારે યામીન એ આ કટોકટીને ૩૦ દિવસ સુધી લંબાવવા માટે સંસદની અનુમતિ માગી હતી.
માલદીવ કટોકટી વચ્ચે ચાઈનીઝ યુદ્ધજહાજો પૂર્વ હિંદ મહાસાગરમાં જવા માટે રવાના

Recent Comments