મોડાસા, તા.૩
લોકડાઉનની સ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં પોલીસતંત્ર જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહી છે. માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે માલપુર નગર અને આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ લોકોને સપ્તાહ ચાલે તેટલી કરિયાણાની કીટનું વિતરણ કર્યું હતું. માલપુર પોલીસે તેમના વિસ્તારમાં કોરોનાની મહામારીમાં ફૂટપાથ પર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો, શ્રમિકો ભૂખ્યા ન ઉંઘે તેની તકેદારી રાખી રહી છે.
માલપુર પોલીસે કોરોનાને પ્રસરતો અટકાવવા માલપુર નગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગ કરી રહી છે તેમ છતાં કેટલાક લોકો લોકડાઉનની અમલવારીનો અમલમો ભંગ કરતા હોવાથી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી સાથે રાખી માલપુર નગરમાં લોકડાઉનની ચુસ્ત અમલવારી માટે ફ્લેગમાર્ચ યોજી નગરજનોને સહકાર આપવા માટે અપીલ કરી હતી.