(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા.૧૬
અરવલ્લી જીલ્લામાં છેલ્લા કેટલાક સમય થી તસ્કરો બંધ શાળા અને હાઈસ્કૂલને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે જીલ્લા પોલીસ વડા સંજય ખરાતે શાળાઓમાં ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરોને ઝડપી પાડવા તમામ પોલીસ મથકોને તાકીદ કરી શાળા અને હાઈસ્કૂલમાં થતી ચોરી અટકાવવા શાળા અને હાઈસ્કૂલના આચાર્યો સાથે સંકલન કરવાનું સૂચન કરતા માલપુર પોલીસે બીઆરસી,સીઆરસી અને આચાર્યઓ સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું હતું. માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકીએ માલપુર બીઆરસી ભવન ખાતે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી,તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીઆરસી તથા સીઆરસી ઉપસ્થિતિમાં તમામ શાળાઓના આચાર્યોને શાળામાં કોમ્પ્યુટર સહીત કિંમતી સામાનની ચોરી અટકાવવા કઈ રીતે તકેદારી રાખી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાની જોગવાઈ કરવા પ્રાથમિક શિક્ષણાધિકારીને વિનંતી કરી હતી.