લંડન, તા.૧૭
બ્રિટેનની એક કોર્ટનો નિર્ણય વિજય માલ્યાને પકડવા ભારત માટે મહત્વપૂર્ણ હોઇ શકે છે. યૂકેની કોર્ટે તિહાર જેલને સુરક્ષિત ગણાવતા જણાવ્યું કે, અહીં ભાગેડું ભારતીયો માટે આ જેલ બિલકુલ સુરક્ષિત છે. ક્રિકેટ ફિક્સિંગના આરોપી સંજીવ ચાવલાના કેસમાં આવેલો આ નિર્ણય બેંક કૌભાંડ આચરી ભાગેલા વિજય માલ્યાને પકડવા ભારત માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
લંડન હાઇકોર્ટના જસ્ટિસ લેગાટ અને જસ્ટિસ ડિંગેમેન્સે શુક્રવારે આપેલા પોતાના નિર્ણયમાં જણાવ્યું કે તિહાડમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સંજીવ ચાવલા માટે કોઇ ખતરો નથી. સંજીવ ચાવલા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચોની ફિક્સિંગનો આરોપ છે. આ હેંસી ક્રોન્ચે મેચ ફિક્સિંગનો મામલો છે, જેમાં ભારતીય ક્રિકેટરો અજય જાડેજા અને મોહમ્મદ અજહરૂદ્દીન પર આરોપ લાગ્યો હતો.
ભારત તરફથી ચાવલાની સારવાર કરવાનો ભરોસો અપાવ્યા બાદ લંડન હાઇકોર્ટે આ વાત જણાવી છે. લંડન હાઇકોર્ટના આ નિર્ણયની અસર વિજય માલ્યાના કેસ ઉપર પણ થશે. તેનું કારણ એ છે કે માલ્યા ઘણી વખત ભારતીય જેલોને અસુરક્ષિત ગણાવતો રહ્યો છે, એવામાં હવે બ્રિટિશ કોર્ટથી તેમને પકડવા માટેની મંજૂરી મળી શકે છે.
હવે આ મામલામાં નવા નિર્ણય માટે કેસ વેસ્ટમિન્સટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ટ્રાન્સફર કરાશે. બ્રિટેનના વિદેશ મંત્રી ચાવલાની ધરપકડ વિશે આખરી નિર્ણય લેશે, પરંતુ આ કેસને હાઇકોર્ટમાં પડકારવામાં આવી શકે છે. એટલું જ નહીં, ત્યારબાદ લંડનની સુપ્રીમ કોર્ટમાં પણ આ નિર્ણયને પડકારવામાં આવી શકે છે.
Recent Comments