જૂનાગઢ,તા.૧૭
જૂનાગઢ જિલ્લામાં માળિયાના પીપળવા ગામે બે વર્ષથી કેરીનો પાક નિષ્ફળ જવાથી કરજમાં ડૂબેલા ખેડૂતે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પીપળવા ગામના ચીમન ગોવિંદભાઈ સોલંકી (આહિર) (ઉ.વ.પ૯)એ ગઈકાલે પોતાની વાડીની ઓરડીમાં ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધાના બનાવમાં પોલીસે લીધેલા નિવેદનમાં ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવતા બનાવમાં બે વર્ષથી આંબાનો પાક નિષ્ફળ જતો હોવાથી બેંકની લોન ભરપાઈ કરવાની અસમર્થતાને કારણે આર્થિક સંકડામણને કારણે ગળેફાંસો ખાઈ લઈ આપઘાત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. જેના પગલે નાના એવા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે. દેવામાં ડૂબેલા ખેડૂતો માટે સરકાર કોઈ સહાયકારી જાહેરાત કરે તેવી લોકલાગણી જન્મી છે.