(સંવાદદાતા દ્વારા) માળિયામિંયાણા,તા.૧
માળિયામિંયાણાની એસબીઆઈ બેંકમાંથી એક ગ્રાહકના વહીવટ કર્યા વિના બારોબાર રૂા.૩૨ હજાર ઉપડી જતા ખાતાધારકે માળિયા ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરી હતી. સરકાર કેસલેસ ડિઝીટલ ઈન્ડિયા બનાવવાની વાતો કરે છે. ત્યારે દેશભરમાં મોબાઈલ ઈન્ટરનેટ નેટ બેંકીંગનો સતત વહીવટ વધી રહ્યો છે. જે ઈન્ટરનેટ ડીઝીટલ બેંકીગ સર્વિસ નિર્દોષ ગરીબ લોકો ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. માળિયામાં રહેતા ઈસ્માઈલભાઈ અબ્દુલભાઈ જેડાએ માળિયા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી છે કે માળિયા એસબીઆઈ શાખામાં વર્ષો જુનો ખાતાધારક છુ અને સેવિંગ એકાઉન્ટ ધરાવુ છુ તા.૧૫/૫/૧૮ના રોજ મારા એકાઉન્ટમાં રૂા.૩૨,૧૨૬ જમા રાશી હતી. ત્યારે કોઈ અજાણ્યા નંબર પર ફોન આવ્યો હતો. જે ૮૬૫૧૩ ૫૨૨૩૫ નંબર દ્વારા જણાવેલ કે તમારા એટીએમ અને બેંક એકાઉન્ટ નંબર આપો તેવુ કહેવા છતા ખાતાધારકે કોઈ પ્રકારની જાણકારી આપી ન હતી. જેથી અરજદારે તુરંત તા.૧૬/૫ ના રોજ એકાઉન્ટ ચેક કરાવતા માલુમ પડ્યુ હતુ. કે તેમના એકાઉન્ટ પર ઓનલાઈન સોપીંગ થઈ રહ્યુ છે અને ગેરકાયદેસર નાણા ઉચાપતની જાણ થતા ઈસ્માઈલભાઈ ચોંકી ઉઠ્યા હતા અને તા.૧૯/૫ સુધીમાં રૂા.૩૨ હજાર જેટલી માતબાર રકમ બારોબાર ઉપડી ગઈ કે પૈસાને પગ આવ્યા તેવો સવાલ ઉઠવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે ગરીબ લોકો પોતાની મહેનતની કમાઈ સહી સલામત રાખવા બેંકમાં જમા કરાવતા હોય છે ત્યારે છેતરપિંડી કરી અરજદારની સંમતિ વિના ચેંડા કરી રકમ ઉપાડી લે તો જવાબદારી કોની અને બેંકમાં નાણા સુરક્ષિત ન રહેતા હોય તો બેંકમાં એકાઉન્ટ રાખી શુ કામનુ તેવો ધખધખતો સવાલ ઉઠ્યો છે જેથી ખાતાધારકે ગેરકાયદેસર ચેંડા કરી નાણા ઉચાપત કરનાર સામે કડક કાનુની કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે જેમા માળીયા પોલીસ ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ તેમજ એસબીઆઈ શાખાના બ્રાંચ મેનેજરને લેખિત અરજી કરેલ છે જેમા અરજદારના ઉપડી ગયેલા નાણા પરત અપાવવા અરજ કરેલ છે.