મોરબી, તા.૧ર
માળીયા પીએસઆઈ વાણીયાની સુચનાને પગલે માળીયા પોલીસ સ્ટાફ ગતરાત્રે નાઈટ પેટ્રોલીગ કરી રહ્યો હતો. તે સમયે માળીયા પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ મનસુખભાઈ સવાભાઈ મંઢને બાતમી મળતા જ માળીયા પોલીસ સ્ટાફ અણીયારી ટોલનાકના પાસે વોચમાં ગોઠવાયો હતો. તે સમયે ધ્રાગધ્રાથી માળીયા તરફ ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને નીકળેલા એચ.આર.૪૬ ટી ૯૦૩૩ નબરનો આઇસર ટ્રકને પોલીસે અટકાવીને તલાશી લેતા તેમાંથી મળી આવેલ જુદી જુદી ઈંગ્લીશ દારૂની બ્રાન્ડની બોટલ નંગ ૩૩૧૨ કિંમત રૂ.૧૦.૬૮ તથા વહીસ્કી દારૂની ૧૮૦ બોટલ કિંમત રૂ.૪.૫૬ અને બિયરના ટીન નંગ ૨૮૩૨ મળીને રૂ.૧૮.૦૭ લાખના ઈંગ્લીશ દારૂ બિયર તેમજ આઇસર ટ્રક, બે મોબાઈલ મળીને કુલ રૂ.૨૮.૧૨ લાખના મુદ્દામાલ સાથે બે આરોપીઓ જગદીશભાઈ શ્રીમહેન્દ્રસિંગ કૃતિજ અને સંતોષ શ્રીપાલસિંગ રાજપૂતને ઝડપી લીધા હતા. આ દારૂની હેરાફરીમાં કુલિન્દર દહીંયાં ઉર્ફે સતીષનું નામ ખુલતાં માળીયા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.