પાટણ, તા.ર
કોરોના મહામારી અંતર્ગત લોકજાગૃતિ માટે પાટણમાં ભાજપ દ્વારા લગાવવામાં આવેલા જાહેરાત બોર્ડમાં શહેરીજનોને માસ્ક પહેરવાની સુફિયાણી સલાહ આપવામાં આવી છે. પરંતુ આ પોસ્ટરમાં ભાજપના આગેવાનોની સલાહ આપતી તસવીરો છાપવામાં આવી છે તેમાંથી એક પણ આગેવાને મોંઢા પર માસ્ક પહેરેલ ન હોઈ પાટણ જિલ્લા ભાજપનું આ હોર્ડિંગ્સ હાંસીપાપ્ર બન્યું છે. કેટલાક શહેરીજનો આ હોર્ડિંગ્સ જોઈ કહેતા હતા કે, સલાહ આપતા પહેલાં સલાહનો અમલ કરવામાં આવે તો તેની પ્રજા પર અસર પડે છે. આ હોર્ડિંગ્સમાં માસ્ક પહેર્યા વગર નેતાઓ લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી રહ્યા છે.