(એજન્સી) શોપિયાન, તા.૧૩
મંગળવારે શોપિયાન જિલ્લાના મોલુ ગામે અજાણ્યા લોકોએ ફીફાવતમીર નામના વ્યક્તિનું ઘર અને બે દુકાનોને આગ લગાડી હતી. એપ્રિલ માસમાં વીડિયો વાયરલ થયો હતો કે મીટ સેનાના બાતમીદાર છે. માર્ચ-૪ના રોજ પહનુ ગામે ૪ આતંકવાદીઓ અને બે નાગરિકોના અથડામણમાં મોત થયા હતા ત્યારે વીડિયો ચર્ચાનો વિષય બન્યો હતો. એપ્રિલ-૧પના રોજ મીરને આતંકવાદીઓએ પગે ગોળી મારી હતી. તેની કબૂલાતનો વીડિયો બીજા દિવસે વાયરલ થયો હતો. ત્યારબાદ પરિવાર ગામ છોડી જતું રહ્યું હતું. આજે અજાણ્યા માણસોએ મીરના ઘરને આગ ચાંપી હતી. તેમજ બે દુકાનો જલાવી હતી. ફાયબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે સ્થાનિકોએ પથ્થરમારો કરી રોકી દીધું હતું. પોલીસવડા મિશ્રા પ્રત્યાઘાત માટે ઉપલબ્ધ ન હતા.