પાલનપુર, તા.૧૧
આરોગ્ય ક્ષેત્રે વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ આવેલી છે. ત્યારે મેડિકલ ક્ષેત્રે મિકસોપેથી કરવા સામે પાલનપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અવાજ ઉઠાવ્યો છે અને હડતાલ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ અને નીતિ આયોગની ચાર સમિતિઓ જેવી કે, તબીબી, શિક્ષણ, અભ્યાસ, જાહેર આરોગ્ય અને વહીવટ. હાલમાં ચાલુ દરેક ચિકિત્સા પદ્ધતિને મિક્સ કરીને એક ખીચડી પદ્ધતિ મિકસોપેથી બનાવવાના પ્રયત્નો કરી રહેલ છે. જે મિકસોપેથી સામાન્ય નાગરિકના જાહેર આરોગ્ય સામે ખતરારૂપ હોવાની આશંકા જતાવતા પાલનપુર આઈ.એમ.એ દ્વારા વિરોધ પ્રદર્શન કરી અગાઉ કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પાલનપુર ઇન્ડિયન મેડિકલ એસોસિએેશન દ્વારા સવારે ૬થી સાંજે ૬ કલાક સુધી તબીબી હડતાળ રાખી ખિચડી કરણનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે ઈમરજન્સી અને કોરોના સેવા ચાલુ રાખવાનું તેઓએ જણાવ્યું હતું. આ હડતાળમાં મોટી સંખ્યામાં તબીબો જોડાયા હતા.
(તસવીર : અખ્તર ચૌહાણ, પાલનપુર)