(એજન્સી) નવી દિલ્હી તા. ૩૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે, અમેરિકી સેના સીરિયામાંથી ટૂંક સમયમાં બહાર નીકળી જશે, ટ્રમ્પ મુજબ વોશિંગ્ટનએ મિડલ ઇસ્ટના યુદ્ધઓમાં સાથ ટ્રીલિયન ડોલરની બરબાદી કરી છે. ટ્રમ્પએ આ વાત ઓહોયોમાં ઔદ્યોગિક મજદૂરોને સંબોધિત કરતા કહી હતી. ટ્રમ્પએ કહ્યું કે, અમારી સેના ટુક સમયમાં સિરિયાથી બહાર જશે, હવે બીજા લોકોને આનું ધ્યાન રાખવું જોઈએ જોકે એમને એ ના કહ્યું કે બીજા લોકો કોણ છે જે સિરિયાની દેખભાળ કરી શકે છે, હાલમાં સીરિયામાં રશિયા અને ઇરાનની સેના હાજર છે. જે બશર અલ અસદના શાસનનું સમર્થન કરી રહ્યા છે. હાલમાં પૂર્વી સીરિયામાં અમેરિકાના બે હજારથી વધારે સેનિકો હાજર છે જે આઈએસ વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છે. ટ્રમ્પએ આગળ કહ્યું કે, અમેરિકા હવે નોકરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વધારે ખર્ચ કરશે. તેમને કહ્યું કે, અમે મધ્ય પૂર્વમાં સાત ટ્રીલિયન ડોલર ખર્ચ કર્યા અને તમે જાણો છો કે આનાથી અમને કઈ ન મળ્યું.