અંકલેશ્વર, તા.૧૦
નેત્રંગ તાલુકાના ઘાણીખુંટ ધોધ ખાતે અંકલેશ્વરના ૧૨ જેટલા યુવાનો ફરાર આવ્યા હતા જેમાં ન્હાવા પડેલા બે મિત્રો પૈકી એક યુવક તણાઈ જતાં કરૂણ મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરના અંદાડા અને ગડખોલ પાટીયાથી ૧૨ મિત્રો ઇકો કાર લઇને ધારિયા ધોધ જોવા આવ્યા હતા, જેમાં ધારિયા ધોધમાં ન્હાવા પડેલા અંકલેશ્વરની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષીય મેહુલ રમણલાલ ઓડ પાણીનું વહેણ વધારે હોવાથી બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય એક મિત્ર ચંદન સહાની થાકી જતાં તેણે સહારો માંગતા મેહુલ ઓડ ફરીથી પાણીમાં કુદકો મારતા પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, સાથે આવેલ અન્ય મિત્રોએ બનાવ અંગે થવા ગામના સરપંચ અશોક વસાવા અને ગ્રામજનોને કરતા સરપંચ સહિતના ગ્રામજનો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ પાણીનું વહેણ વધુ હોવાથી ભારે જહેમત બાદ મેહુલ ઓડ મૃતદેહ પાણીમાંથી મળી આવ્યો હતો, બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.