(એજન્સી) તા.૮
મિત્રતાની ફરજ ભજવવા માટે દરેક વ્યક્તિ પ્રયાસ કરે છે, પરંતુ શહેર ડીએસપી મોહમ્મદ જમાલે આ ફરજ બજાવવામાં એક મોટું ઉદાહરણ રચ્યું છે. ડીઅસપીએ પોતાની એક દીકરીના માથેથી પિતાનો હાથ ઉઠ્યા પછી મિત્રતાને બજાવવા માટે એક પિતાની જેમ ફરજ બજાવતા લગ્ન સંપન્ન કરાવ્યા છે. રવિવારે દીકરી દાંપત્ય જીવનમાં બંધાઈ ગઈ અને તે સમયે મંડપમાં જવાબદારી ઉઠાવતા દીકરીના પરિવારની સાથે જ ડીએસપી મોહમ્મદ જમાલે પણ કન્યાદાનથી લઈને વિદાયની પરંપરા પૂરી કરી. મૂળ રીતે જિલ્લા નૂંહ રહેવાસી તેમજ આ સમયે શહેર ડીએસપીના પદ પર કાર્યરત મોહમ્મદ જમાલ વર્ષ ર૦૦રમાં રામપુરા પોલીસ સ્ટેશનમાં પ્રભારી હતા. ત્યારે તેમની મુલાકાત રામપુરા રહેવાસી પં.સુરેશ અત્રી સાથે થઈ હતી. ત્યારબાદ બંનેમાં મિત્રતા થઈ ગઈ અને પછી વૈવાહિક કાર્યક્રમોથી લઈને દરેક સુખ-દુઃખમાં તેમના સાથી બની ગયા. સુરેશ અત્રીની બે દીકરીઓ અને એક દીકરો છે. દીકરાની ઉંમર અત્યારે ૧૬ વર્ષ છે. મોટી દીકરી જ્યોતિની ઉંમર રર વર્ષ છે. બે વર્ષ પહેલા સુરેશને કેન્સરની જાણ થઈ. આ વાતની જાણ થતાં જ તે સમયે ડીએસપી રોહતક મુખ્યાલયનો પદભાર સંભાળી રહેલા મોહમ્મદ જમાલે તેમને પોતાના ઘરે બોલાવી લીધા. અહીં રોહતક પીજીઆઈએમએસની સાથે દિલ્હી એમ્સમાં પણ સારવાર કરાવી. જો કે કેન્સર થર્ડ સ્ટેજનું હતું માટે તેમનો જીવ બચી શકયો નહીં. પાછલા વર્ષે તેમનું અવસાન પછી ડીએસપી પર પણ મિત્રતાની ફરજ બજાવવાનો સમય આવ્યો તો પરિવારની સાથે દરેક સુખ-દુઃખમાં ઊભા રહ્યા. ડીએસપી મોહમ્મદ જમાલે જણાવ્યું કે તેમના અવસાન પછી મારા માટે સૌથી મોટો ધર્મ છે કે આ ફરજને બજાઉં. તે મારા પ્રિય મિત્ર હતા. આ મારી ફરજ હતી કે પરિવારના દરેક સુખ-દુઃખમાં સહભાગી બનું અને દીકરીના હાથ પીળા કરવાની ફરજ મારૂં સૌથી મોટું સૌભાગ્ય છે.
Recent Comments