(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
મુસ્તાક બલોચ સહિત અન્ય એક આરોપીને કોર્ટે જામીન આપ્યા છે. રાજ્ય વ્યાપી કૌભાંડમાં એટીએસએ ૧૦૦ કરતા વધુ હથીયારો જપ્ત કર્યા હતા. મુસ્તાક બલોચ પાસેથી બે હથીયારો જપ્ત કર્યા હતા. બંને આરોપીઓને હથિયાર ડીલર તરૂણ ગુપ્તા પાસેથી હથીયાર ખરીદયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસની ટીમ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ થયો હતો. રાજ્યના પાંચ જિલ્લામાં દરોડા પાડી ૫૧ વધુ હથિયાર જપ્ત કરી ૯ આરોપીની ધરપકડ કર્યા બાદ તાજેતરમાં વધુ ૫૦ હથિયારો સાથે ૧૪ આરોપીઓની ધરપકડ કરી હતી. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના શહેરોમાં દરોડા પાડી અને આ હથિયાર જપ્ત કર્યા હતા. અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસના માલિક તરૂણ ગુપ્તાની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે અમદાવાદ સહિત રાજ્યના પાંચ જિલ્લામાં પથરાયેલા ગેરકાયદે હથિયાર રાખવાના નેટવર્કનો પર્દાફાશ કરી ૫૪ ગેરકાયદે વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયાર કારતૂસ સાથે નવ આરોપીની ધરપકડ કરી હતી. એટીએસની ટીમો અમદાવાદ સહિત કચ્છ મોરબી ભાવનગર અને અમરેલીમાં વિવિધ સ્થળે દરોડા પાડી રહી હતી, જેમાં કુલ ૫૧ જેટલા ગેરકાયદે ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો કબજે લેવામાં આવ્યાં હતા. એટીએસની ટીમે આ મામલે અમદાવાદના ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં.વ. ૪૨, વાંકાનેર)ને લોડેડ રિવૉલ્વર તથા ચાર કારતૂસ સાથે તેમ જ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉ.વ. ૩૩, ગામ કોઠ ગાંગડ, બાવળા)ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓ

૧) તરૂણ દેવપ્રકાશ ગુપ્તા, બોડકદેવ, અમદાવાદ
૨) બુટીયા મુકેશ દાનુભાઈ, માણપુર, પાટડી, સુરેન્દ્રનગર
૩) દિગ્વિજયસિંહ જેઠુભા ઝાલા, હળવદ, બારાવાડ, મોરબી
૪) ગૌરવ ઉર્ફે ચંદ્રપાલ ચૌધરી, બોપર રિંગ રોડ, જય દ્વારકાધીશ ટી સ્ટોલ, અમદાવાદ
૫) ઇમત્યાઝખાન ઇલમખાન પઠાણ, ગાગડ, બાવળા, અમદાવાદ
૬) અનસ કાસમ માજઠી, ત્રાયાડ, ભુજ
૭) પઠીયાર હાફિઝ કાસમભાઈ, અબડાસા, કચ્છ
૮) ગફુર ઉર્ફે તુલ્લા કેસરભાઈ પઠીયાર, ભુજ
૯) જાડેજા મનિહરસિંહ વિક્રમસિહ, ગલીયાણા, ભચાઉ
૧૦) ભાવિનસિંહ ગજેન્દ્રસિંહ વાઘેલા, રાણીપ અમદાવાદ
૧૧) મુકેશભાઈ મણિલાલ કારિયા, ભચાઉ
૧૨) હકુમતસિંહ રણજીતસિંહ જાડેજા, ભચાઉ
૧૩) જાડેજા અરવિંદસિંહ રણુભા, રાપર કચ્છ
૧૪) ગીરીશભાઈ હેમરાજભાઈ ઠક્કર, મેઘપર અંજાર, કચ્છ