અમદાવાદ, તા.ર૪
દાવતે ઈસ્લામી કચ્છ દ્વારા નમાઝ શીખવાના હેતુથી તા.૧૧-૧૧-ર૦થી ૧૭-૧૧-ર૦ સુધી રહેમત મસ્જિદ, સાડાઉ (મુંદરા) ખાતે ૭ દિવસીય સેમિનાર યોજાયો હતો.
નમાઝ અને દીની જાણકારીના અભાવે મુસ્લિમ નવયુવકોનો એક મોટો વર્ગ નમાઝ અને અન્ય દીની ફરાઈઝથી દૂર છે. આ સબબે આ સેમિનારમાં નમાઝ પઢવાના ધાર્મિક, શારીરિક અને માનસિક ફાયદાઓ કેટલા છે એના વિશે સમજણ અપાઈ હતી. સાથે-સાથે મા-બાપના હક્ક, પાડોશીઓના હક્ક, હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ની સુન્નત (તરીકો), પાકી-નાપાકી, સમયનો સદ્‌ઉપયોગ તથા ખરાગ સંગતોથી દૂર રહી નેક કાર્યોમાં સમય વિતાવી એક સારા મુસ્લિમ અને નેક ઈન્સાન બનવાની તાલીમ અપાઈ હતી. છેલ્લા દિવસે લેખિત પરીક્ષા યોજાઈ હતી જેમાં ઈકબાલભાઈ તથા શકીલ તુર્ક પ્રથમ, શાકીર મેમણ દ્વિતીય અને મુસ્તફા જત તૃતીય સ્થાને રહ્યા હતા. ફુલહાર તથા ભેટ અર્પણ કરાયા હતા. સમગ્ર આયોજન દાવતે ઈસ્લામી મુંદરાના કાર્યકરો તથા રહેમત મસ્જિદના પેશઈમામ મૌલાના અશરફ અકબરી, મુતવલ્લી જુણેજા રમુજ ફકીરમોહંમદ તથા જુણેજા જમાતના પ્રમુખ રજબઅલી ફકીરમોહંમદ દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોના વાયરસને લગતી સરકારની ગાઈડલાઈન્સનું પાલન કરાયું હતું.