વર્લી,તા.૨૫
મહારાષ્ટ્રમાં અકસ્માતોની વણઝાર સર્જાઇ રહી છે. પહેલાં વરસાદ-ભૂસ્ખલનથી બેહાલ મુંબઇમાં હવે વર્લી વિસ્તારમાં એક નિર્માણધીન બિલ્ડીંગમાં લાગેલી સર્વિસ લિફ્ટ ઢળી પડતાં ૫ લોકોના મોત થઇ ગયા છે. અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. આ દુર્ઘટના શનિવારે સર્જાઇ હતી. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરકર્મીઓ અને બચાવ અભિયાન શરૂ થઇ ગયું છે.
એક પોલીસ અધિકારીએ એક નિવેદનની સાંજે ૫ઃ ૪૫ પર હુનુમાન ગલીમાં બીડીડી ચાલી પાસે નિર્માણધીન બિલ્ડીંગમાં અચાનક સર્વિસ લિફ્ટ પડી ગઇ. સૂચના મળતાં જ પોલીસ અને બચાવકર્મી ઘટનાસ્થળે પહોંચી ગયા અને લોકોને નિકાળવાનું કામ શરૂ કરવામાં આવ્યું. અધિકારી જણાવ્યું કે ઘટનામાં ઘાયલ થયેલા ૬ લોકોમાંથી એકને પરેલના કેઇએમ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામં આવ્યો હતો. તો બીજી તરફ નગર નિગમ દ્વારા સંચાલિત નાયર હોસ્પિટલમાં ૩ લોકોને ડોક્ટરે મૃત જાહેર કરી દીધા હતા, જ્યારે એક અન્ય ઘાયલ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે.
દુર્ઘટના બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરેએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તે વર્લી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય છે.