(એજન્સી) મુંબઇ,તા.૨
આ અઠવાડિયે જે મુંબઇમાં વાવાઝોડું ત્રાટકશે તો ઇતિહાસમાં નોંધાશે. મુંબઇ વાવાઝોડા નિસર્ગનો સામનો કરવામાં પ્રથમવાર ઇતિહાસમાં નોંધાવા જઇ રહ્યું હોવાથી અહીં રેડ એલર્ટ અપાયું છે. આ વાવાઝોડું અરેબિયન સાગરમાં નિર્માણ પામ્યું છે. જે એક પખવાડિયામાં ભારત પાસે સર્જાયેલું બીજું વાવાઝોડું છે જ્યાં ૨૦ મેએ અમ્ફાન વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક ભાગોમાં તબાહી મચાવી હતી. આ વાવાઝોડું ૩ જુને ઉત્તર મુંબઇથી ૧૧૦ કિલોમીટર દૂર દરિયાકાંઠે અથડાય તેવી શક્યતા છે અને તેના કારણે શહેરના ભાગો સહિત મહારાષ્ટ્રના અનેક દરિયાકાંઠા પર ભારે પૂર આવે તેવી શક્યતા છે. પવનની ગતિ ૧૧૫ કિલોમીટર પ્રતિકલાકની હશે જે ૧૨૫ કિલોમીટર પ્રતિકલાક પહોંચી શકે છે. ૧૮૮૨ના બોમ્બે વાવાઝોડા પછી મુંબઇમાં ક્યારેય આવા મોટા તોફાનનો સામનો થયો નથી જ્યાં એક લાખથી વધુ લોકોનાં મોત થયા હોવાની આશંકા દર્શાવાઇ હતી. અરેબિયન સાગરમાં દર વર્ષે સરેરાશ બે વાવાઝોડા સર્જાય છે જે બંગાળ કરતા વધુ ઘાતક હોતા નથી. આ વાવાઝોડું પશ્ચિમમાં ઓમાન તથા એડનની ખાડી તરફ પણ વળી શકે છે. અથવા ગુજરાત તરફ પણ આવી શકે છે જેમ ૧૯૯૮ના તોફાનમાં હજારો લોકો માર્યા ગયા હતા અથવા ગયા વર્ષે ત્રાટકેલા વાયુ વાવાઝોડા જેટલું નુકસાન કરી શકે છે. નિષ્ણાતો અનુસાર દરિયામાં મજબૂત રીતે સક્રીય થયેલું વાવાઝોડું દરિયાકાંઠે આવીને નબળું પડી શકે છે. અરબ સાગરમાં સર્જાયેલા મોટાભાગના વાવાઝોડા પશ્ચિમમાં ઓમાન તરફ વળી જાય છે આ પહેલા ૨૦૧૯માં તોફાન ક્યાર તે તરફ વળ્યું હતું. બીજી તરફ વાયુ વાવાઝોડું ૨૦૧૭માં ઉત્તરમાં ગુજરાત તરફ વળ્યું હતું. પૂર્વમાં મુંબઇ તરફ ક્યારેક કોઇ વાવાઝોડું આવે છે આ પહેલા ૨૦૧૭માં તે મુંબઇ તરફ વળ્યું હતું પરંતુ તે બાદમાં દરિયામાં જ સમાઇ ગયું હતું.