હૈદરાબાદ,તા. ૧૧
હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રિમિયર લીગમાં રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. હવે આવતીકાલે આઇપીએલની છટ્ઠી મેચમાં વર્તમાન ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રોમાંચક જંગ થનાર છે. હૈદરાબાદ ખાતે રમાનારી આ મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામા ંઆવનાર છે. પ્રથમ મેચમાં જ ચેન્નાઇ સુપર સામે હારી ગયા બાદ રોહિત શર્માના નેતૃત્વમાં મુંબઇ ઇન્ડિયન્સ પર હવે દબાણ દેખાઇ રહ્યુ છે. તમામ ટીમો પોત પોતાની રીતે જોરદાર દેખાવ કરવા માટે તૈયાર થયેલી છે. ચેન્નાઇ સુપરે સ્પર્ધામાં હજુ સુધી પોતાની બન્ને મેચો જીતી લીધી છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સની પ્રથમ મેચમાં ચેન્નાઇ સામે હાર થઇ હતી. બીજી બાજુ કેન વિલિયમસનના નેતૃત્વમાં સનરાઇઝ હૈદરાબાદે પોતાની પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સ પર નવ વિકેટે જીત મેળવી હતી. ૨૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ આ મેચ જીતી લેવામાં આવી હતી. ઇન્ડિયન પ્રિમિયર લીગમાં દુનિયાના તમામ ખેલાડીઓ રમી રહ્યા હોવાથી ભારતના યુવા ઉભરતા ખેલાડીઓને શાનદાર દેખાવ કરીને આંતરરાષ્ટ્ર્‌યી સ્તર પર ઉભરી આવવાની તક છે. અગાઉની સિઝન ઉપર નજર કરવામાં આવે તો જાણવા મળે છે કે, દરેક સિઝનમાં ગુજરાતના કોઇ ખેલાડીએ ભવ્ય દેખાવ કર્યો છે. આ તમામ ખેલાડીઓને પસંદગીકારોનુ ધ્યાન દોરવાની તક રહેલી છે. અત્રે નોંધનીય છે કે, ગયા શનિવારના દિવસે ઉદ્‌ઘાટન કાર્યક્રમ બાદ ટૂર્નામેન્ટની શરૂઆત થઇ હતી. કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. ઇન્ડિયન પ્રિમિયર લીગની અન્ય વિશેષતા એ છે કે, આઈપીએલ-૧૧માં ગુજરાતના અનેક ખેલાડી પણ રમી રહ્યા છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો સાતમી એપ્રિલથી શરૂ થશે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. આ વખતે અનેક સ્ટારખેલાડી હાલમાં ઘાયલ હોવાથી ક્રિકેટ ચાહકો નિરાશ છે. પરંતુ તેમની શરૂઆતની કેટલીક મેચો બાદ વાપસી થનાર છે. કેટલાક ખેલાડી સમગ્ર શ્રેણીમાં પણ રમનાર નથી. આવી સ્થિતીમાં રોમાંચકતા પર માઠી અસર થઇ શકે છે. ખાસ કરીને ઉભરતા સ્ટાર ખેલાડીઓને આઇપીએલના મંચ પર જોરદાર દેખાવ કરીને રાષ્ટ્રીય સ્તર પર ચમકવાની સુવર્ણ તક છે. આઇપીએલ-૧૧માં પણ ટ્‌વેન્ટી વર્લ્ડ કપની જેમ જ ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળે તેવી શક્યતા છે. બોલ ટેમ્પરિંગના આરોપમાં દોષિત જાહેર થતા સ્ટીવ સ્મીથ અને ડેવિડ વોરનર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે જેથી બન્ને ખેલાડી એક વર્ષ સુધી રમનાર નથી. આવતીકાલે રમાનારી મેચનુ રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરવામાં આવનાર છે. હાલમાં પોઇન્ટ ટેબલમાં ચેન્નાઇ બન્ને મેચો જીતીને પ્રથમ સ્થાન પર છે. બન્ને ટીમો નીચે મુજબ છે.
સનરાઈઝ હૈદરાબાદ : કેન વિલિયસન (કેપ્ટન), અગ્રવાલ, કેકે અહેમદ, બાસીલ થમ્પી, આરકે ભીલ, વિપુલ શર્મા, બ્રેથવેઇટ, શિખર ધવન, ગોસ્વામી, હેલ્સ, હસન, હુડા, જોર્ડન, પૌલ, ભુવનેશ્વર, નાબી, નટરાજન, એમકે પાંડે, યુસુફ પઠાણ, રશીદ ખાન, સચિન બેદી, સહા, સંદીપ શર્મા,