(સંવાદદાતા દ્વારા)
સિદ્ધપુર, તા.૪
તાજેતરમાં મુંબઈથી સિધ્ધપુર આવેલો સરસ્વતિ તાલુકાના ભીલવણનો એક શખ્સ અને સિદ્ધપુરની તમન્ના સોસાયટીમાં સંબંધીના ત્યાં રોકાયેલ શખ્શને વાયરલ ફીવર જણાતા બે દિવસ અગાઉ સારવાર અર્થે સિદ્ધપુરની મશાયખી ટ્રસ્ટ સંચાલિત શિફા હોસ્પિટલમાં લાવવામાં આવેલ પરંતુ તબીબોને કોરોના જેવા લક્ષણો જણાતા હેલ્થ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તેને ધારપુર મેડિકલ કોલેજ ખાતે લઈ જઈ આઈસોલેશનમાં રાખી ટેસ્ટ કરતાં આજે તેનો ટેસ્ટ પોઝિટિવવ આવતાં તમન્ના સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શિફા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા સલામતી ખાતર હોસ્પિટલનું કામકાજ સંપૂર્ણ બંધ કરવામાં આવ્યું છે. હેલ્થ વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારનું સેનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે અને સોસાયટીના રહીશોને ઘરમાંજ રહેવા જણાવાયું છે.
પોલીસ અને આરોગ્ય વિભાગ આ વ્યકિત કયાં કયાં ગયો હતો અને કોના સંપર્કમાં હતો તેની વિગતો એકઠી કરી રહ્યું છે.આ કેસ થકી કોરોનાએ સિદ્ધપુરમાં દસ્તક દીધી છે ત્યારે નાગરિકો કડકાઈથી લોકડાઉનનો અમલ કરે અને કોઈપણ બહાના બનાવી બહારના નિકળે તે અત્યંત્ય આવશ્યક છે.
બીમારીના કોઈ લક્ષણ જણાતા હોય તો આરોગ્ય વિભાગ અથવા પોલીસને તાત્કાલીક જાણ કરો.