(એજન્સી) તા.ર૬
સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી સલમાનખાન પર ઓનલાઈન થઈ રહેલા શાબ્દિક પ્રહાર અંગે બોલીવુડના મોટાભાગના કલાકારો મૌન છે પરંતુ તેમને કેટલાક રાજકીય નેતાઓ તરફથી સમર્થન મળી રહ્યું છે. આ વિવાદ વચ્ચે કોંગ્રેસના બે નેતાઓએ સલમાનખાનને સમર્થન આપ્યું છે. ઝીશાન સિદ્દીકી અને સલમાન નિઝામી બન્નેએ સલમાનખાનની ઉદારતાનો ઉલ્લેખ કરી તેમની પ્રશંસા કરી હતી. મુંબઈના બાન્દ્રાથી કોંગ્રેસના ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીએ એક વીડિયો શેર કરી સલમાનખાન સાથે તેમની મુલાકાતનું વર્ણન કર્યું હતું. સિદ્દીકીએ નવેમ્બર ર૦૧૪ની એક ઘટના વિશે જણાવ્યું હતું કે, જ્યારે તે તેમના પિતા અને પૂર્વ ધારાસભ્ય બાબા સિદ્દીકી સાથે અર્પિતાખાનના લગ્નમાં હૈદરાબાદ ગયા હતા. નોંધનીય છે કે, સલમાનખાન સિદ્દીકી પરિવાર સાથે સારા સંબંધો ધરાવે છે. આ લગ્નમાં સંગીતના કાર્યક્રમ દરમિયાન ઝીશાન સિદ્દીકીએ સલમાનખાન સાથે પાંચ મિનિટનો સમય પસાર કર્યો હતો. આ દરમિયાન સલમાને સિદ્દીકીને પૂછયું હતું કે, તે જીવનમાં શું કરવા માંગે છે ત્યારે સિદ્દીકીએ જવાબ આપ્યો હતો કે તે લોકોની મદદ કરવા માંગે છે. ત્યારબાદ સલમાનખાને પૂછયું હતું કે, તે કોઈને પણ કોઈ વસ્તુ કેવી રીતે આપશે ત્યારે ધારાસભ્યએ જવાબ આપ્યો હતો કે તે તેમની હથેળી સીધી રાખીને કોઈપણ વસ્તુ આપવા માંગે છે ત્યારે સલમાનખાને કહ્યું હતું કે, તે હથેળી ઉંધી રાખી બધુ આપવા માંગે છે કે જેથી તેમની પાસે કશું બાકી ન રહે લેનાર વ્યક્તિને બધુ મળી જાય. સિદ્દીકીએ કહ્યું હતું કે, આ ઘટના મને સ્પર્શી ગઈ અને હું તેને હંમેશા યાદ રાખીશ. તેમણે આગળ કહ્યું હતું કે આજે લોકો સલમાનખાન વિરૂદ્ધ આંગળી ઉઠાવી રહ્યા છે અને તેમના વિશે અયોગ્ય ટિપ્પણીઓ કરે છે ત્યારે મને ઘણું ખોટું લાગે છે. હું ફકત એટલું કહેવા માંગું છું કે, જે વ્યક્તિ આવી રીતે મદદ કરવાનો ઈરાદો ધરાવતો હોય તેનો હૃદય કેટલો વિશાળ હશે. કોંગ્રેસના અન્ય નેતા સલમાન નિઝામીએ પણ ટ્વીટ કરી કહ્યું હતું કે, સલમાનખાન બોલીવુડમાં નવી પ્રતિભાઓને હંમેશા મદદ કરે છે. તેમણે કોવિડ-૧૯ મહામારી દરમિયાન સલમાને કરેલી મદદનો પણ ઉલ્લેખ કર્યો હતો. નિઝામીએ કહ્યું હતું કે, સલમાનખાન વિરૂદ્ધ નફરત ફેલાવવાનું બંધ કરવામાં આવે. તેમણે ઈંઉીજંટ્ઠહઙ્ઘમ્અ જીટ્ઠઙ્મદ્બટ્ઠહારટ્ઠહનો પણ ઉપયોગ કર્યો હતો.
મુંબઈના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા સલમાનખાનના સમર્થનમાં આવ્યા, તેમની ઉદારતા પ્રત્યે લોકોનું ધ્યાન દોર્યું

Recent Comments