મુંબઈ, તા.૯
મુંબઈમાં અમાફા ફાઉન્ડેશનની ૬ અને ૭મી કોમ્યુનિટી ફ્રીઝ ધારાસભ્ય યામિની જાધવના હસ્તે મઝગાંવ ગાર્ડન ખાતે રાખવામાં આવ્યું હતું. અમાફા ફાઉન્ડેશન, મુંબઈના ઘણા વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે એક કોમ્યુનિટી ફ્રિઝ મૂકી રહ્યું છે અને નેશ ગ્રૂપના સહયોગથી અમફા ફાઉન્ડેશનની એક અલગ ઓળખ બનાવે છે. અમાફા ફાઉન્ડેશનની આજે મુંબઈમાં ૬ અને ૭મી કોમ્યુનિટી ફ્રિઝ ઈનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બેના સહયોગથી, માજગાંવ સૈફી પાર્ક ખાતે સરકાર રેસિડેન્સીની નજીક અને મઝગાંવ ગાર્ડનમાં ધારાસભ્ય યામિની જાધવના હસ્તે મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહેમાન ધારાસભ્ય યામિની જાધવ, ફિલ્મ અભિનેતા રુશાદ રાણા, ઈનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બેના પ્રમુખ નશેમન હવેલી વાલા, ઈનર વ્હીલ ક્લબ ઓફ બોમ્બેના સેક્રેટરી શરલી લઝારસ, અમાફા ફાઉન્ડેશનના સ્થાપક ઝોહરા મોરબીવાળા, કો સ્થાપક મુફાઝલ શાકિર, અબરાર ટોપીવાલા, તૈયબ મોરબીવાલા, નિખિલ જાધવ, રહેવાસી રશ્દા શાહંસી, મીડિયા ઈન્ચાર્જ સાદિયા મર્ચન્ટ, વાત્સલ્ય ન્યૂઝ મહારાષ્ટ્રના બ્યુરો ચીફ નદીમ શૈખ, વાત્સલ્ય ન્યૂઝ મહારાષ્ટ્ર, અટલ સુરક્ષા ન્યૂઝના મેનેજિંગ એડિટર શોએબ મ્યાનુંર, સુપ્રિયા ટાઈમ્સના એડિટર સાજિદ કુરેશી, અમાફા ફાઉન્ડેશનની પુરી ટીમ અને મીડિયા ટીમ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Recent Comments