(એજન્સી) મુંબઈ, તા. ૧૪
અંડરવલ્ડ ડોન દાઉદ ઈબ્રાઈમની મુંબઈ સ્થિતિ ત્રણ સંપત્તિઓની હરાજી કરવામા આવી. સૈફી બુરહાની ઉત્થાન ટ્રસ્ટ દ્વારા ૧૧ કરોડમાં આ સંપત્તિઓને ખરીદવામાં આવી છે. જેમાં રોનક, અફરોજ હોટલ, શબમન ગેસ્ટ હાઉસ અનેે ડાંબરવાલા ઈમારત સામેલ છે. આ ત્રણ સંપત્તિઓની ઉપરાંત ઔરંગાબાદ ફેક્ટરી મજગાંવ ફ્લેટ, દાદરીવાલા ચોલની હરાજી પણ થઈ. આ હરાજીમાં રોનક અફરોઝ હોટલને ૪ કરોડમાં વેચાણી તો શબમન ગેસ્ટહાઉસ તથા ડાંબરવાલા ઈમારતના ૫ કમરાઓની પણ હરાજી થઈ. આ હરાજી ચર્ચગેટ સ્થિત આઈએમસી બિલ્ડિંગમાં સવારના ૧૦ કલાકે શરૂ થઈ હતી. હરાજીનુ આયોજન સ્મગલર એન્ડ ફોરન એક્ષચેન્જ મનીપ્યુલેટર એક્ટ સાફીમા હેઠળ થયું હતું. કેન્દ્રીય નાણા મંત્રાલય હેઠળ આવનાર મહેસૂલ વિભઆગે આ હરાજીના માહિતી આપી હતી. મહેસૂલ વિભાગે ૧૪ નવેમ્બરના રોજ થનારી હરાજી માટે બંધ કવરમાં નિવિદાઓ આમંત્રિત કરી હતી. તેમાં દરેક સંપત્તિની આરક્ષિત કિંમત એકથી દોઢ કરોડ રાખવામાં આવી હતી. આ રીતે તેનો કૂલ મુલ્ય લગભગ ૫ થી ૬ કરોડ આંકવામાં આવ્યું. હરાજીમાં સામેલ થનારાઓને ૧૦ નવેમ્બર સુધી તેમની વિગતો એનડીપીએસ વિભાગમાં જમા કરાવી દેવાનું કહેવામાં આવ્યું હતું. આ હરાજી માટેની બોલી ૧૦ નવેમ્બરના રોજ પૂર્ણ થઈ હતી. સૂત્રોના જણાવ્યાનુસાર હરાજી માટે દેશભરના લગભગ ૧૦ નિવેશકોએ અરજી કરી હતી જેમાં સૈફી બુરહાની ટ્રસ્ટે પણ સામેલ હતું. આ પહેલા પણ સન ૨૦૧૫ મા હોટલ રોનક અફરોજની હરાજી થઈ હતી. ત્યારે પૂર્વ પત્રકાર બાલાકૃષ્ણને ૩૦ લાખની ડિપોઝીટ ભર્યા બાદ ઊંચી બોલી લગાવીને હરાજી પોતાને નામે કરી હતી. પરંતુ ૩.૯૮ કરોડની બાકી રકમ ભરી ન શકવાને કારણે હરાજી રદ કરવામાં આવી હતી. ભિંડી બજારમાં બનેલી બે માળની ઈમારતની કિંમત ૧ કરોડ ૨૧ લાખ મૂકવામાં આવી. આ જ વિસ્તારમાં બનેલી હોટલ રોનક અફરોઝ માટે ૧ કરોડ ૧૮ લાખની બોલી મૂકવામાં આવી.