મુંબઈ,તા.ર૩
મુંબઈમાં કંદિવાલીના ગોકુળમાં શિવસેનાના નેતા સચિન સાવંતની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી દીધી છે. અહેવાલ મુજબ અજાણ્યા શખ્સોએ સચિન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો ત્યારબાદ હવામાં હથિયારો લહેરાવતા ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સચિનને અનેક ગોળીઓ વાગતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. પોલીસ આ કેસની તપાસ ચલાવી રહી છે. પોલીસ મુજબ અજાણ્યા શખ્સો વિરુદ્ધ મામલો દાખલ કરવામાં આવ્યો છે. હુમલાખોરોની ઓળખ થઈ શકી નથી.