મુબઈ,તા.૧૫
IPL ૨૦૨૧ ની રમત ભારતીય મેદાન પર ચાલી રહી હતી. પરંતુ કોરોનાને કારણે સ્થગિત કરી દેવામાં આવી હતી. હવે ટૂર્નામેન્ટની બાકીની ૩૧ મેચ યુએઈની ધરતી પર આયોજિત કરવામાં આવી રહી છે. IPL ૨૦૨૧ નો બીજો તબક્કો મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ટક્કરથી શરૂ થઈ રહ્યો છે. ૧૯ સપ્ટેમ્બરના રોજ આ બંને ટીમો સામસામે રહેશે. બંને ટીમો પ્રથમ તબક્કા પછી પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં સામેલ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ બીજા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડીયન્સ ત્રીજા સ્થાને છે.આકાશ ચોપરાની આ આગાહી સાચી પડે તો જરા વિચારો કે કેટલા સપના વિખેરાઈ જશે. વિરાટ કોહલી નો ટાઇટલનો ઇંતઝાર વધશે. જે એક વખત પણ આઈપીએલ ટ્રોફી ઉપાડી શક્યો નથી. દિલ્હી કેપિટલ્સનું સપનું ફરી તૂટી જશે. પંજાબ કિંગ્સ નુ પણ સપનુ મનમાં જ રહેશે. એ જ રીતે, ઘણા વધુ સપના વિખેરાઇ જશે. હા, આગાહી સાચી પડે તો એક વાત થશે. ધોની અથવા રોહિત શર્માને વધુ એક વાર ટ્રોફી પોતાના હાથોમાં ઉંચકવાનો મોકો મળશે. આકાશ ચોપરા હવે શું વિચારે છે ? તેમના મતે, IPL ૨૦૨૧ ની ફાઇનલમાં કઈ બે ટીમો ટકરાશે. તેમણે સોશિયલ મીડિયા પર લોકો સાથે ઇન્ટરેક્ટિવ સેશનમાં આ પ્રશ્નનો જવાબ આપ્યો. ખરેખર, એક ક્રિકેટ ચાહકે તેમને પૂછ્યું કે તમને લાગે છે કે આ વખતે કઈ ટીમ આઈપીએલનો ખિતાબ જીતશે ? આના જવાબમાં આકાશ ચોપરાએ કહ્યું નથી કે કોણ જીતશે. પરંતુ તે ચોક્કસપણે કહેવામાં આવે છે કે કઈ બે ટીમો વચ્ચે ફાઇનલ યોજાશે. ક્રિકેટરથી ક્રિકેટ નિષ્ણાંત બનેલા ચોપરાએ જણાવ્યું કે IPL ૨૦૨૧ ની અંતિમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે રમાશે.