(એજન્સી) તા.૧૪
પહેલી બુલેટ ટ્રેનના હજુ કોઈ ઠેકાણા નથી અને તેમાં પણ અનેક અવરોધો ઊભા થયા છે અને બીજી બાજુ દેશમાં આક્રમક બની ગયેલું કોરોના વાયરસ મહામારીને લીધે દેશનું અર્થતત્રં ખાડે ગયું છે છતાં પણ કેન્દ્ર સરકારના મુંગેરીલાલના સપના બધં થતા નથી. મુંબઈથી અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન હજુ એક સ્વપન જ છે ત્યાં કેન્દ્ર સરકારે વધુ સાત જેટલી બુલેટ ટ્રેન દોડાવવા માટે ૧૦ ટ્રિલિયન ખર્ચનો અંદાજ બાંધી લીધો છે અને હાસ્યાસ્પદ પ્રોજેકટ બનાવવા માટે વ્યસ્ત છે તેવું બહાર આવ્યું છે. દેશમાં બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે અને ગરીબ વધુ ગરીબ બની રહ્યા છે તેમ જ કોરોનાવાયરસ મહામારીમાં દરરોજ દુનિયામાં સૌથી વધુ દર્દીઓ ના મોત ભારતમાં થઇ રહ્યા છે અને આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે વધુ સાત બુલેટ ટ્રેન દોડાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર ની દાનત અને નિયત પર આશંકાઓ થઈ રહી છે અને દેશની જનતા પ્રત્યે આવા ભયાનક ઓરમાયા વર્તન બદલ તેની આકરી ટિકા પણ થઇ રહી છે. વધુ સાત જેટલી બુલેટ ટ્રેન દોડાવવા માટે નો જે પ્લાન બનાવવામાં આવ્યો છે તેમાં કેટલાક નવા ટ ની કલ્પના કાગળ ઉપર કરવામાં આવી છે. આ ટ ના નામ પણ સરકારના અંતરગં વર્તુળો દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તેમ અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડ ના અહેવાલમાં જણાવાયું છે. જે નવા સાત ટ નક્કી કરવામાં આવ્યા છે તેમાં દિલ્હીથી વારાણસી, મુંબઈથી નાગપુર, દિલ્હીથી અમદાવાદ, ચેન્નાઈથી મૈસૂર, દિલ્હીથી અમૃતસર, મુંબઈથી હૈદરાબાદ અને વારાણસીથી હાવડા વચ્ચેનો સમાવેશ થાય છે. યાદવે કહ્યું કે, અમે આ છ કોરિડોરને નક્કી કર્યા છે અને તેનો ડીપીઆર વર્ષમાં તૈયાર થઇ જશે. ડીપીઆરમાં આ માર્ગોનો અભ્યાસ કરવામાં આવશે જેમાં જમીનની ઉપલબ્ધતા અને ત્યાંની વ્યસ્તતા વગેરે સામેલ છે. આ તમામનો અભ્યાસ બાદ અમે નિર્ણય લઇશું કે તે હાઇસ્પીડ છે કે સેમી હાઇસ્પીડ. દેશના પ્રથમ હાઇ સ્પીડ કોરિડોર મુંબઇ-અમદાવાદ પર ભારતની બુલેટ ટ્રેન યોજના ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં પૂર્ણ થઇ જશે.