મુંબઈ, તા. ૧૧
દેશના વાણિજ્ય પાટનગર મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે હાલત કફોડી બની રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, મુંબઈમાં ઝુંપડપટ્ટી ગણાતા એવા ધારાવીમાં પણ કોરોના વાયરસના કેસોમાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. હજારો ઝુંપડપટ્ટી અને લાખોની વસતી ધરાવનાર મુંબઈના ધારાવી વિસ્તારમાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. ધારાવીમાં જીવલેણ વાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા ચાર ઉપર પહોંચી છે. આની સાથે જ છ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. આની સાથે જ એકલા ધારાવીમાં કોરોનાના ૨૮ પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. ધારાવીમાં કોરોનાથી ચોથી વ્યક્તિનું મોત થતાં તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. લાખોની વસ્તી ધરાવતા વિસ્તારમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. બીજી બાજુ વાણિજ્ય પાટનગર મુંબઈમાં હાલત ખરાબ થઇ ગઇ છે. મુંબઈમાં કોરોના કહેર ચરમસીમા પર છે. અસરગ્રસ્તોનો આંકડો ૧૫૦૦થી ઉપર પહોંચી ગયો છે. કોરોના હોટસ્પોટ બની ચુકેલા મુંબઈમાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ ૨૨૪ નવા કેસો સપાટી ઉપર આવ્યા છે. ૧૦ લોકોના મોત પણ થયા છે. ધારાવીમાં ૨૮ કેસો મળી ચુક્યા છે. આવનાર સમયમાં કોરોનાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે. આગામી પાંચથી છ દિવસમાં દરરોજ ૨૦૦થી ૩૦૦ કેસ સપાટી ઉપર આવી શકે છે. મળેલી માહિતી મુજબ જો ૧૦ દિવસ સુધી સ્થિતિ આવી જ રહેશે તો મુંબઈમાં પણ ઇટાલી અને ન્યુયોર્ક જેવી સ્થિતિ થઇ શકે છે. મુંબઈમાં કોરોનાને રોકવા માટે બનતા તમામ પગલા લેવાઈ રહ્યા છે. મુંબઈની સાથે સાથે મહારાષ્ટ્રમાં પણ હાલત ચિંતાજનક બની રહી છે. મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકના ગાળામાં ૪૦ લોકોના મોત થઇ ચુક્યા છે અને ૧૦૩૫ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. એકલા મહારાષ્ટ્રમાં કેસોની સંખ્યા ૧૬૮૦ સુધી પહોંચી ચુકી છે અને મોતનો આંકડો ૧૦૦ને પાર કરી ચુક્યો છે. નવા દર્દીઓમાં દિલ્હીના નિઝામુદ્દીનના કાર્યક્રમથી પરત ફરેલા બે લોકો પણ સામેલ છે. બીએમસીના અધિકારીઓના કહેવા મુજબ ૧૧ નવા દર્દીમાંથી ત્રણ મહિલાઓ છે જે પૈકી એકની વય ૨૯ વર્ષની છે.
મુંબઈ કોરોના માટે હોટસ્પોટ : કોરોનાના એક હજારથી વધુ કેસો, ૭પનાં મોત

Recent Comments