(એજન્સી) મુંબઈ, તા.પ
મુંબઈમાં આગ લાગવાની વધુ એક ઘટના સામે આવી છે. આ આગ મુંબઈના જિયા એપાર્ટમેન્ટમાં લાગી હતી. કથિત રીતે આગ પ જાન્યુઆરીના રોજ ઈમારતના ભોંયતળિયામાં આગની શરૂઆત થઈ હતી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમમાંથી મળેલી જાણકારી મુજબ તે ત્રીજા સ્તરની આગ હતી. કેટલાક સૂત્રોનું માનવું છે કે, આગની શરૂઆત ભોંયરામાંથી થઈ હતી.
આ ઘટના કમલા મિલમાં લાગેલ આગના માત્ર ૧૦ દિવસ બાદ ઘટી છે. ર૮ ડિસેમ્બરના રોજ મિલમાં લાગેલી આગને કારણે ૧૪ લોકોનાં મૃત્યુ થયા હતા. જ્યારે માત્ર એક જ દિવસ પહેલાં મારોલમાં લાગેલી આગમાં ૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
જિયા બિલ્ડિંગમાં લાગેલી આગને બુઝાવવા માટે પાંચ અગ્નિશામક દળોની ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી અને અત્યાર સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. મુંબઈમાં અવાર-નવાર બનતી આગની ઘટના શહેરના સુરક્ષા માપદંડો પર પ્રશ્ન કરે છે.