(એજન્સી) તા.૨૫
ફેક ટીઆરપી કૌભાંડમાં રિપબ્લિક ટીવીની મોટી ભૂમિકા રહી છે. મુંબઈ પોલીસના આ સણસણતા દાવા બાદ અર્નબ ગોસ્વામીની મુશ્કેલી વધી છે તે નક્કી દેખાઈ રહ્યું છે. મુંબઈ પોલીસે કહ્યું કે, ટાઈમ્સ નાઉને નંબર-૧ પોઝિશનથી હટાવવા રેટિંગમાં ગરબડ કરવામાં આવી હતી. આ આરોપ પણ અર્નબ ગોસ્વામીના રિપલબ્લિક ચેનલ પર લાગ્યો છે.
આ ખુલાસો મુંબઈ સંયુક્ત પોલીસ કમિશનર મિલિન્દ ભારાંભેએ કર્યો હતો. તેમણે કહ્યું કે, બીએઆરસી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખુલાસો થયો છે કે, ટીઆરપી મામલે ગેરરીતિઓ કરવામાં આવી હતી. ૨૦૧૬થી ૨૦૧૯ દરમિયાન રેટિંગ મામલે આ ધાંધલીઓ કરવામાં આવી રહી હતી.
અમે કેટલાક ડેટાનું આકલન કર્યું છે પણ આ ડેટા અત્યંત વિશાળ હોવાથી સમય લાગી શકે છે. આશરે ૪૪ અઠવાડિયાના જ ડેટાનું આકલન થઈ શક્યું છે, તેમાં અંગ્રેજી તથા તેલુગુ ન્યૂઝની ચેનલોની ટીઆરપીમાં વધારો કરવા માટે ગરબડ કરાઈ હોવાનો મામલો સામે આવ્યો છે.
મુંબઈ પોલીસે કહ્યું કે, કેટલાક કેસમાં તો રેટિંગ પહેલાથી જ નક્કી દેખાઈ રહ્યું છે તેમાં પણ બાર્કના કેટલાક પૂર્વ અધિકારીઓની સંડોવણી હોવાનો ખુલાસો થયો છે. તાજેતરનો ખુલાસો મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂર્વ સીઈઓની ધરપકડ કરાયા બાદ થયો છે.
Recent Comments