(એજન્સી) નવી દિલ્હી,તા.૧૯
રિપબ્લિક ટીવીના ચીફ એડિટર-ઇન-ચીફ અર્નબ ગોસ્વામીને મોટો આંચકો આપતાં સુપ્રીમકોર્ટે મંગળવારે પાલઘર લિંચિંગ અને બાંદ્રા રેલવે સ્ટેશનની ઘટના અંગે તેમની વિવાદિત ટીવી ચર્ચાઓ પર નોંધાયેલા એફઆઈઆરને રદ કરવાની અરજીને નકારી કાઢી હતી. આ કેસોને મુંબઈ પોલીસથી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)માં ટ્રાન્સફર કરવાની તેમની અરજી પણ સુપ્રીમકોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે ૧૧ મેના રોજ આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. જોકે, સુપ્રીમકોર્ટે તેમને પોલીસના આકરા પગલામાંથી જે મુક્તિ આપેલ હતી. તે વચગાળાના રક્ષણને વધુ ત્રણ અઠવાડિયા સુધી વધાર્યા હતા. કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પણ તેમને સુરક્ષા પૂરી પાડવા જણાવ્યું હતું. ૧૬ એપ્રિલના રોજ પાલઘરમાં બે હિન્દુ સંતોની લિંચિંગની ઘટના અને તેના વિવાદિત ટીવી શો પછી ૨૨ એપ્રિલના રોજ દેશના જુદા જુદા ભાગોમાં અર્નબ સામે અનેક એફઆઈઆરો દાખલ કરવામાં આવી હતી. તે સુપ્રીમકોર્ટમાં દોડી ગયો હતો અને ૨૪ એપ્રિલે ત્રણ અઠવાડિયા માટે અદાલત તરફથી વચગાળાનું રક્ષણ મેળવ્યું હતું. સુપ્રીમકોર્ટે નાગપુરમાં પણ આ જ સંદર્ભની તેમની વિરૂદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆરોને એક સાથે ભેગું કરવા જણાવ્યું હતું અને આ કેસ મુંબઇમાં ટ્રાન્સફર કર્યો હતો. જોકે, કોર્ટે તેમની વિરૂદ્ધ એફઆઈઆર રદ કરવાની તેમની અરજી નકારી કાઢી હતી. ૨૭ એપ્રિલના રોજ, મુંબઈ પોલીસે અરનબને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેની ૧૨ કલાક સુધી પૂછપરછ કરી હતી. ૨ મેના રોજ, મુંબઇ પોલીસે ૧૪ એપ્રિલના રોજ બાંદ્રા રેલવે સ્ટેશનની ઘટના અંગે સાંપ્રદાયિક સદભાવ બગાડવાનો પ્રયાસ કરવા બદલ તેમની વિરૂદ્ધ બીજી એફઆઈઆર દાખલ કરી હતી. સુપ્રીમકોર્ટમાં કરેલી અરજીમાં, અરનબ આ એફઆઈઆરને પણ રદ કરવા માંગતો હતો. પરંતુ કોર્ટે તેમની અરજીને નકારી કાઢી છે.

જેે.પી.નડ્ડાએ ભાજપ કાર્યકરોના સમર્થનમાં
ટિ્‌વટ કરતાં અર્નબ ગોસ્વામી વધુ શરમમાં મૂકાયો

(એજન્સી) તા.૧૯
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ સોમવારે જુદા જુદા રાજ્યોમાં પોલીસ દ્વારા કરાતી હેરાનગતિ અને ફરિયાદનો સામનો કરી રહેલા ભાજપ કાર્યકરો અંગે ટિ્‌વટ કરી હતી અને અસામાન્ય સમર્થન દર્શાવ્યું હતું. ટિ્‌વટર પર નડ્ડાએ આશ્વાસન આપ્યું હતું કે તમામ ભાજપ સમર્થકો, ઈચ્છુકો, શુભેચ્છકો કે જેમને વિરોધીઓ દ્વારા જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને રાજકારણનો ખોટી રીતે ભોગ બનાવાઈ રહ્યા છે તો હું તેમને જણાવી દેવા માગુ છું કે ભાજપનો આ અધ્યક્ષ આવા લોકોની પડખે છે. જોકે નડ્ડાની આ ટિ્‌વટ આવતાંની સાથે જ ટિ્‌વટરાતીઓ ફરી ઝૂમી ઊઠ્યા હોય તેમ તેઓએ આ મામલાને પણ અર્નબ ગોસ્વામી સાથે સાંકળી દીધો હતો અને તેને ભાજપનો કાર્યકર ગણાવી દીધો હતો. નડ્ડાએ તેમની ટિ્‌વટમાં લખ્યું હતું કે અમે લોકોની વાણી સ્વતંત્રતતાના અધિકારોની સુરક્ષા કરીશું અને ટીકાકારોની ફોજથી લોકોને સુરક્ષા પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. વધુ એક ટિ્‌વટમાં ભાજપ અધ્યક્ષે ટિ્‌વટ કરી હતી કે અમે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે વિપક્ષી દળો દ્વારા કે અન્ય રાજ્યોના શાસિત પક્ષો દ્વારા રાજ્યના મેકેનિઝમનો ઉપયોગ કરીને અમારા ભાજપના કાર્યકરોને ધમકાવવામાં આવી રહ્યાં છે. આપણી વાઈબ્રન્ટ લૉકશાહીમાં આ ચલાવી લેવાય તેમ નથી.