(એજન્સી) કોલકત્તા, તા. ૧૬
રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝીના ચેરમેન મુકેશ અંબાણીએ મંગળવારે પશ્ચિમ બંગાળમાં બિઝનેશ માટે અનુકૂળ માહોલ પેદા કરવા બદલ મુખ્યમંત્રી મમતા બેનરજીના વખાણ કર્યાં હતા. બે દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેશ સમિટની ચૌથી એડિશનને સંબોધિત કરતાં તેમણે કહ્યું કે મમતા બેનરજીની આગેવાની હેઠળ પશ્ચિમ બંગાળ શ્રેષ્ઠ બંગાળ બની રહ્યું છે. અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રઝીએ છેલ્લા ત્રણ વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ૧૫,૦૦૦ નું રોકાણ કર્યું છે. મમતા બેનરજીના રાજમાં ઊભો કરવામાં આવેલા બિઝનેશ લક્ષી માહોલને કારણે આ શક્ય બન્યું છે. શાસક ટીએમસીએ બંગાળ સરકાર માટેની અંબાણીના વખાણ પર પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં વાર ન લગાડી. પાર્ટી નેતા અને રાજ્યસભા સાંસદ ડેરેન ઓબ્રાયને ટ્‌વીટર પર એવી જાહેરાત કરી કે કેવી રીતે અંબાણી અને લક્ષ્મી મિત્તલે બંગાળ સરકારના વખાણ કર્યાં હતા. આ પ્રસંગે લક્ષ્મી મિત્તલ, સજ્જન જિંદાલ, કિશોર બિયાની, કોટ ગ્રુપના વડા ઉદય કોટક, તથા ગોયંકા ગ્રુપના સંજીવ ગોયંકા હાજર રહ્યાં હતા. નવ ભાગીદાર દેશો, મોટા પ્રતિનિધિ મંડળો સાથે આવેલા ૩૨ દેશો તથા ૪૦૦૦ કરતાં પણ વધારે પ્રતિભાગીઓએ બે દિવસના બિઝનેશ સમિટમાં ભાગ લઈ રહ્યાં છીએ.