(એજન્સી) નવી દિલ્હી, તા.૧૨
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એવો આક્ષેપ કર્યો કે મુખ્ય સચિવ અંશુ પ્રકાશે બજેટ સંબંધિત ફાઈલો સ્વીકારવાનો ઈન્કાર કર્યો તે આઘાતજનક કહેવાય. કેજરીવાલે કહ્યું કે દિલ્હી બજેટના થોડા દિવસો પૂર્વો મુખ્ય સચિવે રવિવારે ફાઈલો સ્વીકારવાનો ઈન્કાર કર્યો તે અત્યંત આઘાતજનક છે. ફાઈલોમાં મોહલ્લા અને પોલીક્લીનિકની રચના કરવા જવાબદારી નક્કી કરવાનો તથા દિલ્હી સરકારના આરોગ્ય ક્ષેત્રની મહત્ત્વની અગ્રિમતાઓ નક્કી કરવાનો છે. ચાલુ વર્ષે, દિલ્હી સરકાર બજેટમાં નવતર અભિગમ દાખલ કરશે. મોટાભાગના મોટા પ્રોજેક્ટ, વિશેષ સીમાચિન્હો તથા સમયમર્યાદાને વિધાનસભાની સામે રાખવામાં આવશે જેથી કરીને દિલ્હી સરકાર વિધાનસભા પરત્વે વધારે જવાબદાર બની શકે. આ દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સોમવારે આપ ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનને અંશુ પ્રકાશની સાથે થયેલી કથિત મારપીટ કેસમાં જામીન આપ્યાં છે. આ કેસમાં આપાના બીજા એક ધારાસભ્ય પ્રકાશ જરવાલને પણ જામીન મંજૂર કરવામાં આવ્યા.