(એજન્સી) મુઝફ્ફરનગર, તા.૧૬
મુઝફ્ફરનગરમાં એક દલિત વ્યક્તિને અમુક વ્યક્તિઓએ ઢોરમાર માર્યો. અહીંના એક ગામમાં એક મહિના પહેલાં દલિતોના એક ગ્રુપે ઘરે-ઘરે જઈને લોકોના ઘરોમાં હુમલાઓ કરી દેવી દેવતાઓના ફોટાઓ અને પ્રતિમાઓને બહાર ફેંક્યા હતા. જેના અનુસંધાને અમુક વ્યક્તિઓએ દલિતોને લક્ષ્યાંક બનાવી દલિત યુવકને માર માર્યો હતો. જેની ઉપર આ કૃત્ય કરવાના આક્ષેપો હતા. આ ઘટનાનો વીડિયો ઉતારી ઉત્તરપ્રદેશના જિલ્લામાં લોકોને બતાવાયો હતો. જ્યાં ચાર વર્ષ પહેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણો ફાટી નીકળ્યા હતા. દલિત યુવક વિપિનકુમાર ઉપર હુમલાની ઘટના મહારાષ્ટ્રમાં મોટાપાયે દલિતોના વિરોધ પ્રદર્શનો પછી બની હતી જે વિરોધ પ્રદર્શનોમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. દિલ્હીમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. એમણે માગણી કરી કે દલિતો વિરૂદ્ધ થઈ રહેલ ભેદભાવને ખતમ કરવામાં આવે. પોલીસે જણાવ્યું કે, એમણે ગુનેગારો સામે ફરિયાદ નોંધી છે. જો કે પોલીસ માટે ગુનેગારોને શોધવા સરળ નથી કારણ કે વીડિયોમાં હુમલાખોરોને સારી રીતે ઓળખી શકાયા નથી. પોલીસને શંકા છે કે સ્થાનિક કટ્ટરવાદીઓએ આ કૃત્ય કર્યું છે. વિપિનકુમાર પોતાની દુકાનથી પાછો પોતાના ઘરે જઈ રહ્યો હતો એ વખતે એમની ઉપર કોતનપુર ગામમાં હુમલો થયો હતો. વીડિયોમાં દેખાય છે કે, યુવકો એને માર મારી ગાળો આપી રહ્યા છે. કૃત્યના અંતે પીડિતને દેવી દેવતાઓના નામો ઉચ્ચારવા ફરજ પડાઈ હતી.