અમદાવાદ, તા.૧૦
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે શુક્રવારે અમદાવાદમાં મીડિયાને જણાવ્યું કે, મુદ્દો ભાજપને હરાવવાનો છે, અનામતનો નથી કહીને તેણે ચૂંટણીમાં ભાજપને ઘરભેગી કરવાની સીધી વાત કરી હતી. શહેરના ઠક્કરબાપાનગર ખાતે અનામત અને જીએસટી મુદ્દે હાર્દિક પટેલનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાર્દિકે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પૈસાથી એક હજાર ખામીઓ સંતાડી શકાય છે પણ ભાજપ સરકારમાં જૂઠા પ્રચારથી એક લાખ ખામીઓ સંતાડવાની આવડત છે. એ લોકો પાટીદારોના અત્યાચારને સંતાડી શકે છે. ગુજરાતમાં બેરોજગાર યુવાનો અને ખેડૂતના દુઃખને સંતાડી શકે છે પણ સમજી લેજો એક નાનું કાણું મોટા જહાજને ડુબાડે તો આ ભ્રષ્ટ ભાજપની સરકારને તો ચારેય બાજુ કાણે જ કાણાં છે. જે લોકો કાણાંવાળા જહાજમાં બેઠેલા છે એ લોકો જલદી નીકળી જજો નહી તો એ તો ડૂબશે તમને પણ ડુબાડશે એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.
મુદ્દો ભાજપને હરાવવાનો છે, અનામતનો નથી

Recent Comments