(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧૫
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય તથા યુનિસેફ દ્વારા પ્રેરિત કોરોના સામેની લડતમાં લોકોની જાગૃત્તિ આવે તે હેતુથી કોવિડ વિજયરથને મુન્દ્રાથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજાએ આ કોવિડ વિજયરથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે કોરોનાથી કેમ બચી શકાય તેની વિસ્તૃત વિગત આપી હતી. કચ્છ જિલ્લાના કોવિડ રથના કન્વીનર ભાવિક સુતરિયાએ આયોજન સંભાળ્યું હતું.