(એજન્સી) લખનૌ, તા. ૨૬
સમાજવાદી પાર્ટીના સંરક્ષણ મુલાયમ સિંહ યાદવની તબિયત અચાનક બગડી છે. તેમને સંજય ગાંધી પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યાં છે. PGIના ડોક્ટર મુલાયમ સિંહની તપાસમાં લાગ્યા છે. ડોકટરો મગજને સંબંધિત તપાસ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલાં તેમના નાકમાંથી લોહી નીકળ્યુ હતુ. પીજીઆઈના ડોક્ટર પ્રો. અમિત અગ્રવાલે કહ્યુ હતુકે, મુલાયમ સિંહ દાખલ થયા બાદ તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યુ હતુ. સાથે જ તેમને નબળાઈની ફરિયાદ હતી. હાલમાં તો તેમના ડાયાબિટીસમાં સામાન્ય વધારો નોંધાયો છે. તેમને થોડા સમય બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે. આ અગાઉ મુલાયમ સિંહ યાદવ ૧૯મી એપ્રિલના રોજ મૈનપુરીમાં સપા અને બસપાની એક સંયુક્ત રેલીમાં માયાવતી સાથે એક જ મંચ પર જોવા મળ્યા હતાં. આ રેલીમાં માયાવતી અને મુલાયમ સિંહ યાદવ એક મંચ પર સાથે આવતા મુલાયમે માયાવતીના વખાણ કર્યા હતાં.