(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમાં એક ટીસી જે કોચમાં હતો ત્યાં એક મુસાફરએ તેને શરાબની ઓફર કરી હતી મફતમાં મળતી બ્રાન્ડેડ શરાબ જોઇ ટીસી લલચાઇ ગયો હતો અને તેણે પેગ પર પેગ માર્યા હતા. ત્યારે તેની હાલત જોવા જેવી થઈ ગઇ હતી. તે નશામાં એટલો ધન થઈ ગયો હતો કે, બીજા દિવસ સુધી ભાનમાં આવ્યો ન હતો. સુરત સ્ટેશન ઉપર તેને નશાની હાલતમાં લથડિયા ખાતા જોઇ અધિકારીઓએ આ અંગે ઉપરી અધિકારીઓને રિપોર્ટ કરતા તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર દિપક મિશ્રા નામનો ટીસી ભુસાવલથી અમદાવાદ તરફ જતી પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે ડ્યુટી ઉપર હતો. જે કોસમાં હતો ત્યાં એક મુસાફરે તેને શરાબ ઓફર કરી હતી. તેથી તેણે પણ તકનો લાભ લઇ લીધો હતો અને પછી ૪થી ૫ પેગ મારી લીધા હતા. જો કે, આ શરાબનો નશો એવો હતો કે, દિપક મિશ્રાને ચાલવાનું ભાન પણ ન રહ્યું રાત્રે ૧૧ઃ૩૦ કલાકે ટ્રેન સુરત રેલવે સ્ટેશન ઉપર પહોંચી ત્યારે દિપક મિશ્રા નશાની હાલતમાં હતો અને લથડિયા ખાતો હતો. આ સ્થિતિમાં હેડ ટીસી સહિતના અધિકારીઓએ તેને જોઇને આશ્ચર્યમાં પડી ગયા હતા. લથડિયા ખાતા પડી જવાને કારણે તેને ઇજા થઇ હતી. ત્યારે ત્યાં હાજર પોલીસે તેની પાસેના બેગ સહિતનો સામાન સીટીઆઇ ઓફિસમાં જમા કરાવ્યો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે, શનિવાર રાતથી દારૂના નશામાં રહેલ દિપક મિશ્રા રવિવાર બપોર સુધી પણ સંપૂર્ણ રીતે ભાનમાં આવ્યો ન હતો. તેને જાતે કહ્યું હતું કે, પહેલી વાર તેને શરાબ પીધી હતી અને ઉત્સાહ-ઉત્સાહમાં વધારે પેગ મારી લેતા તેને વધારે નશો ચઢી ગયો હતો. તેને એ પણ કહ્યું હતું કે, એક મુસાફરે સીટ આપતા તેના બદલામાં મુસાફરે તેને શરાબ ઓફર કરી હતી. વધુમાં આ અંગે સુરત રેલવે સ્ટેશનના ઉપરી અધિકારીઓએ જણાવ્યું હતું કે, દિપક મિશ્રાને ફર્ધન ઓર્ડર આવે ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મુસાફરે કરેલ શરાબની ઓફરમાં ટીસી ભેરવાયો વધુ પી લેતાં બેભાન બન્યો : અંતે સસ્પેન્ડ કરાયો

Recent Comments