(એજન્સી) નવી દિલ્હી,તા.૪
જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યુનિવર્સિટી તેની છબીને દૂષિત કરવા બદલ સુદર્શન ન્યુઝ અને તેના મુખ્ય સંપાદક સુરેશ ચવ્હાણકે સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. વહિવટી તંત્રએ તેની અધમ અને ઉશ્કેરણીજનક ટિપ્પણી વિરુદ્ધ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયને પત્ર લખ્યો છે.
વાઇસ ચાન્સેલર નઝમા અખ્તરે આઈએએનએસને જણાવ્યું હતું કે, “ટીવી ચેનલ વિરુદ્ધ બદદાનતથી વિષયવસ્તુને પ્રસારિત કરવા માટે આગળની કાર્યવાહી અંગે ચર્ચા કરવા અમે એક બેઠક બોલાવી છે. જામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમીના દરેક વિદ્યાર્થી કે જેમણે યુપીએસસી પરીક્ષા પાસ કરી છે, તેઓએ તેની નફરતકારક સામગ્રી માટે ચેનલ સામે એફઆઈઆર નોંધાવવી જોઈએ.’’
ચવ્હાણકે, તેના આગામી ટીવી કાર્યક્રમ માટેના એક મિનિટના ટીઝરમાં, મુસ્લિમ નાગરિક કર્મચારીઓને સરકારમાં “ઘૂસણખોરો” ગણાવ્યા હતા. તેમણે તેમની સામે કોમી અને ગંદી ભાષાનો ઉપયોગ કર્યો. જેમણે ભારતની સૌથી નામાંકિત પ્રવેશ પરીક્ષા પાસ કરી, તેમને “જામિયા કે જેહાદી” કહ્યા. આ શો નાગરિક વહીવટીતંત્રમાં “આ ઘૂસણખોરોને ખુલ્લા પાડવાનું” વચન આપે છે.
ચવ્હાણકે મુસ્લિમો સામે નફરત પેદા કરનારું અભિયાન ચલાવનાર એકમાત્ર નથી. ઝી ન્યુઝના સુધીર ચૌધરીએ અગાઉ તેની પ્રાઇમટાઈમ ચર્ચામાં સમાન પ્રકારના ઝેરનો ઉપયોગ કર્યો હતો.
પ્રોમોને દરેક પ્લેટફોર્મ પર આલોચના મળી હતી. જેના પર તે શેર કરવામાં આવ્યો હતો. ચવ્હાણકે એ ટિ્‌વટ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટેગ કર્યા હતા, અને તેને યુ.પી.એસ.સી. જીહાદની દ્વેષપૂર્ણ ભાષાથી પ્રમોટ કર્યું હતું. ટ્‌વીટ લખતી વખતે ૩૦ મિલિયન વ્યૂઝ હતા અને ૧૪૦૦૦ વાર શેર કરવામાં આવ્યું હતું.
ભારતીય પોલીસ ફાઉન્ડેશને બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડડ્‌ર્સ ઓથોરિટીને આ ખતરનાક કટ્ટરપંથી અને ટીવી પર બતાવામાં આવતા “શુદ્ધ ઝેર” સામે પગલાં લેવા વિનંતી કરી છે.
ભારતની ઘણી મોટી મીડિયા ન્યૂઝ ચેનલો પર મુસ્લિમોને બદનામ અને કલંકિત કરવા એ એક સામાન્ય ઘટના બની ગઈ છે, જેઓ ઈં કોરોનાજિહાદ, ઈં ઝમિનજીહાદ, ઈં શિક્ષણજિહાદ, ઈં પોપ્યુલેશનજિહાદ, ઈં ઇકોનોમિક જિહાદ જેવા ટિ્‌વટર ટ્રેન્ડ બનાવે છે, જે વિશાળ પ્રેક્ષકોના મનને દૂષિત કરવા માટે પૂરતું છે.
આપણે આવા ઇરાદાપૂર્વકના પ્રચારને અવગણવા જોઈએ નહીં. તે રેડિયો રવાન્ડા પર કૂતરાની રાડોના સ્તર જેવું જ છે જે આખરે ૧૯૯૪માં નરસંહારનું કારણ બન્યું હતું. ભારતના બંધારણીય માળખા હેઠળ કાનૂની કાર્યવાહી થવી જ જોઇએ.
પ્રમોશનલ ટીઝરમાં ચવ્હાણકે અટકળો લગાવતો જોવા મળે છે, “કલ્પના કરો કે જો ‘જામિયાના જેહાદીઓ’ મંત્રાલયોમાં તમારા જિલ્લા કલેક્ટર અને સચિવો હશે, તો પછી શું થશે ? આ શુક્રવારે ‘નોકરશાહી જેહાદ’ (અમલદારશાહી જેહાદ) પર અમારો સૌથી મોટો પર્દાફાશ જુઓ.”
તેના દાવાઓમાં કોઈ સાચા પુરાવા નથી કારણ કે સફળ મુસ્લિમ ઉમેદવારો, ૨૦૧૯માં પસંદ કરેલા ૮૨૯માંથી ફક્ત ૪૫ જ હતા, અથવા ફક્ત ૫.૪%.
ભારતમાં મુસ્લિમોની શૈક્ષણિક, સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ પર ૨૦૦૬ના સચ્ચર સમિતિના અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઘણા સામાજિક અને આર્થિક પરિમાણોમાં મુસ્લિમો અનુસૂચિત જાતિ અને જનજાતિની નીચે છે.
અન્ય ધાર્મિક લઘુમતીઓની તુલનામાં આઈએએસ, આઈપીએસ અને આઈએફએસમાં તેમનો હિસ્સો અત્યંત ઓછો છે. ૨૦૦૬માં અમલદારશાહીમાં મુસ્લિમ પ્રતિનિધિત્વ લગભગ ૩-૪% હતું જે છેલ્લા ૧૪ વર્ષોમાં સ્થિર રહ્યું હોવાનું જાણવા મળે છે.
૧૯૭૨થી માત્ર ત્રણ મુસ્લિમ ટોપર્સ રહ્યા છેઃ ૧૯૭૭માં જાવેદ ઉસ્માની, ૧૯૮૭માં અમીર સુભાની અને ૨૦૦૯માં શાહ ફૈસલ. છેલ્લા ચાર વર્ષોમાં, મુસ્લિમોએ યુપીએસસીની પરીક્ષામાં સારા ક્રમ મેળવ્યા છે. અથર આમિર ૨૦૧૬માં બીજા અને જુનેદ અહમદ ૨૦૧૯માં ત્રીજા ક્રમે રહ્યા હતા.
આ મુસ્લિમોને મીડિયાનું ખૂબ ધ્યાન મળે છે અને તેને હાઇલાઇટ કરવામાં આવે છે કારણ કે દર વર્ષે ત્યાં માત્ર થોડીક જ સંખ્યામાં લઘુમતી પસંદગી કરવામાં આવે છે. આ વર્ષના પરિણામમાં ટોચના ૧૦૦માં ફક્ત એક જ મુસ્લિમ ઉમેદવાર છેઃ સફના નઝરુદ્દીન, જે ૪૫મા ક્રમે છે.
ભારતીય પોલીસ સેવા એસોસિએશને એક ટિ્‌વટમાં ચેનલની નિંદા કરતા કહ્યું છે કે, “એક સમાચાર વાર્તામાં ધર્મના આધારે સિવિલ સર્વિસીસમાં ઉમેદવારોને નિશાન બનાવવા, સુદર્શન ટીવી પર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અમે પત્રકારત્વના આ સાંપ્રદાયિક અને બેજવાબદાર ભાગની નિંદા કરીએ છીએ.”
જામિયાની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમીએ એક મફત કોચિંગ સેવા છે જે અનુસૂચિત જાતિ અથવા જનજાતિ અથવા લઘુમતી વર્ગના વિદ્યાર્થીઓ માટે અને મહિલાઓ માટે, છાત્રાલયની સુવિધાઓ સાથે ખુલ્લી છે. ટોચના ૨૦%ને મેરીટ વત્તા જરૂરિયાત આધારે દર મહિને રૂા.૨૦૦૦ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેજસ્વી ઉમેદવારોને તેમના ધર્મને ધ્યાનમાં લીધા વગર સહાય આપવાનું લક્ષ્ય છે. આ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના સામાજિક અને આર્થિક રીતે પછાત પૃષ્ઠભૂમિના છે.
નામ ન આપવાની વિનંતી કરતાં, આરસીએના એક ભૂતપૂર્વ શિક્ષકે ટિપ્પણી કરીઃ “પત્રકારત્વનો મુખોટો પહેરીને કરાતો આવો ઝેરી પ્રચાર અત્યંત નિંદાજનક છે અને તેને કોઈપણ કિંમતે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. જામિયા મિલ્લિયા ઇસ્લામિયાએ બદનામી માટે કોર્ટમાં આગળ વધવું જોઈએ.”
દેશવ્યાપી સીએએ વિરોધી વિરોધ પ્રદર્શન શરૂ થયા ત્યારથી જ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સામે આવી વારંવારની નફરતની રાજનીતિની ખુલ્લેઆમ ટીકા કરી.
જામિયાએ તાજેતરમાં શિક્ષણ મંત્રાલયની રેન્કિંગમાં ભારતની કેન્દ્રિય યુનિવર્સિટીઓમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. રેસિડેન્સિયલ કોચિંગ એકેડેમીના લગભગ ૩૦ વિદ્યાર્થીઓએ ૨૦૧૯માં યુપીએસસી પરીક્ષા પાસ કરી હતી, જેમાંથી ૧૪ બિન-મુસ્લિમ હતા.
સુરેશ ચવ્હાણકે એ પોતાનાં ટ્‌વીટનો બચાવ કરતાં કહ્યુંઃ “મને ખબર નથી કે ત્યાં હિન્દુઓ પણ છે (આરસીએમાં). જેહાદી શબ્દનો વિરોધ કરનારાઓએ પહેલા જવાબ આપવો જોઇએ જો તેઓ માને છે કે તે અપશબ્દ છે. હું મારા વલણને જાળવી રાખું છું અને પૂછવા માંગું છું કે તેમની (મુસ્લિમ) સંખ્યા નાગરિક સેવાઓમાં કેવી રીતે વધી રહી છે. “કારણ એ છે કે તેમને પાછળના દરવાજાથી મદદ કરવામાં આવે છે, તેમની પાસે ઇસ્લામવાદી અધ્યયન, ઉર્દૂ ભાષા વગેરે પસંદ કરવાનો વિકલ્પ હોય છે. જો મારો શો ગેરબંધારણીય લાગે અથવા પ્રસારણ અધિકારના ધોરણોને પૂર્ણ કરતો ન હોય, તો પછી મારી વિરુદ્ધ કાર્યવાહી થવા દો.” ચવ્હાણકેનું નિવેદન, અખબારી સ્વાતંત્ર્યના બહાને ફક્ત જામિયા જ નહીં પરંતુ ભારતની વહીવટી સેવાઓની છબીને પણ દૂષિત કરવાનો પ્રયાસ છે. તેણે ખુલ્લેઆમ જણાવ્યું છે કે મુસ્લિમોને અમલદારશાહીમાં પ્રવેશ કરતા અટકાવવા જ જોઇએ, જે ધાર્મિક આધારો પર અખિલ ભારતીય સેવાઓને કોમવાદી બનાવવાનો અને વિભાજન કરવાનો બેશરમ પ્રયાસ છે. એક મજબૂત વિરોધમાં ભૂતપૂર્વ સિવિલ સેવકોના એક જૂથે કેન્દ્રીય ગૃહપ્રધાન અને અન્ય લોકોને પત્ર લખીને જણાવ્યું હતું કે, “મુસ્લિમ અધિકારીઓની સેવાઓમાં ઘૂસણખોરી, અથવા યુપીએસસી જેહાદ અથવા સિવિલ સર્વિસીસ જેહાદ જેવા શબ્દો વાપરવા એક ષડયંત્રનો ભાગ છે અને તે સંપૂર્ણપણે વિકૃત છે. આ સાંપ્રદાયિક અને બેજવાબદાર નિવેદનો ધિક્કારવાળા ભાષણ સમાન છે અને તે સમગ્ર સમુદાયની બદનામી કરે છે. દિલ્હી હાઈકોર્ટે ૭ સપ્ટેમ્બર સુધી ચવ્હાણકેના શોના પ્રસારણ પર રોક લગાવી દીધી છે. જોકે સુપ્રીમ કોર્ટે પ્રસારણ પૂર્વેના પ્રતિબંધનો આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. ચવ્હાણકે શુક્રવારે રાત્રે તેના ૫૨ મિનિટ લાંબા શો સાથે ચાલુ રહ્યો.
યુપીએસસીની પરીક્ષાઓમાં મુસ્લિમોએ દલિતો માટે ખાતરી આપેલી જગ્યાઓ લઈ લીધી છે તેવું જણાવી તેણે એક નવો આયામ ઉમેર્યો.
અદાલત તેને લીલી ઝંડી આપી ન દે ત્યાં સુધી તેણે “ઘૂસણખોરો”નો પર્દાફાશ કરવાનો ઇન્કાર કરી દીધો, કદાચ આગામી ૭ સપ્ટેમ્બરની સુનાવણી પછી.
– તલહા મુજીબ
(એક સ્વતંત્ર પત્રકાર અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં અનુસ્નાતક વિદ્યાર્થી છે.)
(સૌ. : ધ સિટિઝન.ઈન)