શુભમ યાદવે, કાશ્મીરની સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી ઇસ્લામિક સ્ટડીઝમાં માસ્ટર અભ્યાસક્રમ માટે અખિલ ભારતીય પ્રવેશ પરીક્ષામાં ટોચનું સ્થાન મેળવ્યું

૨૧ વર્ષીય શુભમ યાદવ, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરમાં ઇસ્લામિક સ્ટડીઝમાં માસ્ટર કોર્સ માટે ઓલ-ઈન્ડિયા પ્રવેશ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવનારા પ્રથમ બિન-મુસ્લિમ છે. તેમના ઇસ્લામિક સ્ટડીઝમાં પ્રથમ આવવાના કારણે ખીણમાં ઘણી ચર્ચા છે. આઉટલુકના નસીર ગનાઈને આપેલી મુલાકાતમાં, તેમણે કહ્યું કે કાશ્મીર, ભારતનું એક મુસ્લિમ બહુમતીવાળું ક્ષેત્ર હોવાથી, ઇસ્લામિક સ્ટડીઝનો અભ્યાસ કરવા માટે તે એક વધુ સારી જગ્યા છે કારણ કે તે ઇસ્લામની સાચી વાસ્તવિકતા અને “જૂનવાણી વિચારને તોડવા” વિશે ઘણું શીખવશે.
પ્ર) તમે કેમ બધી યુનિવર્સિટીઓમાંથી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરને પસંદ કરી ?
મેં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ કાશ્મીરની પસંદગી કરી નથી, ઘણી બધી સેન્ટ્રલ યુનિવર્સિટીઓ છે જે વિવિધ રાજ્યોમાં સ્થિત છે અને તેમાં પ્રવેશ સીયુસીઇટી નામની એકલ પ્રવેશ પરીક્ષા દ્વારા આપવામાં આવે છે, આ ખાસ પરીક્ષામાં મેં એલએલબી, રાજકીય વિજ્ઞાન અને ઇસ્લામિક સ્ટડીઝ માટે અરજી કરી હતી. વળી, આ સેન્ટ્રલ યુનિવર્સિટીઓમાંથી ફક્ત કાશ્મીરમાં જ ઇસ્લામિક સ્ટડીઝ છે. તેથી, મને આ ચોક્કસ યુનિવર્સિટી ફાળવવામાં આવી.
પ્ર) ઇસ્લામિક સ્ટડીઝ પ્રત્યેની તમારી રુચિ શું સમજાવે છે ?
મારો એક ખૂબ જ નિકટનો મિત્ર ગ્લોબલ ઇસ્લામિક રાજનીતિનો વિદ્યાર્થી રહ્યો છે, જેના દ્વારા મને આ વિષયમાં રસ પડ્યો. વળી, આ ધ્રુવીકૃત સમયમાં, મને લાગે છે કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચેનો જોડાણ કરનાર કોઈ એવો વ્યક્તિ હોવો જોઈએ, જે રૂઢિચુસ્ત ધાર્મિક પ્રથાઓ દ્વારા નક્કી કરવામાં આવેલી મર્યાદાને પાર કરે અને બંને ધર્મોને સંપૂર્ણ રીતે સમજીને સંવાદિતા તરફ દોરી જાય. અને હું પણ સિવિલ સર્વિસીસનો આકાંક્ષાકાર છું જેમાં ઇસ્લામિક સ્ટડીઝ ખૂબ જ માર્ક અપાવનારો વૈકલ્પિક વિષય છે.
પ્ર) ભારત અને વિશ્વના મુસ્લિમોની પરિસ્થિતિ વિશે તમારો મત શું છે ?
હું ભારતના મુસ્લિમોની સ્થિતિ વિશે વધુ વાત કરવા માંગુ છું, આ જ કારણે મને ઇસ્લામિક સ્ટડીઝનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી. જમણી પાંખની બાજુએ અતિશય રાજકીય વજનને લીધે, ત્યાં ખૂબ ધ્રુવીકરણ થયું છે અને પરિણામે ઇસ્લામોફોબિયા પેદા થયું છે જે મને સૌથી વધુ ચિંતિત કરે છે. બે સમુદાયો કે જેઓ સામાન્ય જનસંખ્યાના ભાગ તરીકે રહેતા હતા, ત્યાં ગંભીર વિભાજન એ હદ સુધી થયું છે કે મુસલમાન માટે ખાસ કરીને આ દેશમાં ગૌરવ સાથે ટકી રહેવું મુશ્કેલ છે. સીએએ અને આર્ટિકલ ૩૭૦ની નીતિઓ ભારતના બિનસાંપ્રદાયિક વલણને સીધું નિશાન બનાવી રહી છે અને મુસ્લિમો એવી સ્થિતિમાં છે જ્યાં શાંત રહેવાથી તેમનું અસ્તિત્વ મુશ્કેલ બને છે અને બોલવું એ તેમને રાષ્ટ્રવિરોધી બનાવે છે. રાષ્ટ્રવાદ વેચાણ પર છે. અને જે લોકોમાં નફરત છે તે તેને સરળતાથી ખરીદી શકે છે. આપણે શાસનની ગંભીર વિકલાંગ સ્થિતિમાં છીએ.
સ) કાશ્મીરમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે તમારો દૃષ્ટિકોણ શું છે અને શું તમે કાશ્મીર વિશે વાંચતા રહ્યા છો ?
કાશ્મીર જ મને વધારે ચિંતિત કરે છે. કેન્દ્ર દરરોજ કાશ્મીરીઓની લોકશાહી વૃત્તિને પડકાર ફેંકી રહ્યું છે અને બહારીના હોવાને કારણે હું તેમની દુર્દશાની કલ્પના જ કરી શકું છું, તેનાથી વધુ કંઇ નહીં. કલમ ૩૭૦ રદ કરવા જેવા કાયદાઓએ આપણને કેન્દ્રના હેતુ પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનાવ્યો છે. વત્તા આ તાજેતરના જમીન સુધારણા બાબતોએ સ્થિતિ વધુ ખરાબ બનાવી છે. મને લાગે છે કે કાશ્મીરીઓને રાહત મળે તેવું સારું કંઈ નથી.
સ) કાશ્મીર ઘણા વર્ષોથી મુશ્કેલીમાં છે. શું આ વિચારે તમને કાશ્મીર સ્થિત યુનિવર્સિટીમાં અરજી કરવાથી રોક્યો નહીં ?
કાશ્મીર એ ભારતનો એક ભાગ છે તેથી તે મને ભારતની કોઈપણ યુનિવર્સિટીમાં અરજી કરવાથી રોકી શકે નહીં, હું કાશ્મીરને પ્રેમ કરું છું અને મૂળભૂત જીવનધોરણ અને સલામતી મેળવવા માટે હું કાશ્મીરના આંદોલન સાથે એકતામાં ઊભો છું. તમે કોઈના મૂળભૂત અધિકારને છીનવી શકતા નથી અને પછી તમે તેમને વફાદાર રહેવા માટે કહો છો, કોઈ પણ વફાદાર નહીં રહે. અને કાશ્મીર, ભારતનો મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાના કારણે, તે ઇસ્લામની સાચી વાસ્તવિકતા અને “જૂનવાણી વિચારને તોડવા” વિશે ઘણું શીખવશે.
– શુભમ યાદવ
(સૌ. : આઉટલૂક ઈન્ડિયા)