(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૧
કેન્દ્રીય લઘુમતી બાબતોનાં પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે કહ્યું હતું કે, દેશમાં લઘુમતી સમુદાયો સહિતનાં તમામ વર્ગોનાં અધિકાર સુરક્ષિત છે, પરંતુ કેટલાક લોકો પ્રચાર અને બનાવટી સમાચાર દ્વારા દેશની એકતાની વિરૂદ્ધ કાવતરૂં ઘડી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ હેઠળ તમામ વર્ગો વિકાસશીલ છે અને કોઈની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો નથી. તેમણે કહ્યું કે, મુસ્લિમો માટે ભારત સ્વર્ગ છે અને અહીં તેમના સામાજિક, આર્થિક, ધાર્મિક અધિકારો સુરક્ષિત છે. મંત્રીએ આ નિવેદન એવા સમયે આપ્યુ છે જ્યારે ઓર્ગેનાઇઝેશન ઈસ્લામિક દેશોનું સંગઠન ઓઆઈસીએ ભારતમાં કથિત “ઇસ્લામોફોબીયા”ની ટીકા કરી છે. નકવીએ પત્રકારોને કહ્યું, “એક વાત સ્પષ્ટ છે, બિનસાંપ્રદાયિકતા અને સંવાદિતા ફેશન નથી, પરંતુ ભારતીયો પ્રત્યેનો જુસ્સો છે.” આ આપણા દેશની તાકાત છે. આ શક્તિએ દેશનાં લઘુમતીઓ સહિતનાં તમામ લોકોનાં ધાર્મિક અને સામાજિક અધિકારોનું રક્ષણ કર્યું છે. મંત્રીએ કહ્યું કે ભારત મુસ્લિમો અને તમામ લઘુમતી સમુદાયો માટે સ્વર્ગ છે.
‘મુસ્લિમો માટે ભારત સ્વર્ગ છે ; અહીં સામાજિક, આર્થિક, ધાર્મિક અધિકારો સુરક્ષિત છે’ : ઓઆઇસીની તાજેતરની ટિપ્પણી પર મુખ્તાર અબ્બાસ નકવીની પ્રતિક્રિયા

Recent Comments