(એજન્સી) તા.૨
ઓસ્ટ્રેલિયાના ધનાઢ્ય મુસ્લિમ બિઝનેસમેન અલી બનાતની વૈભવી લાઇફ સ્ટાઇલ હતી પરંતુ જ્યારે તેમને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું નિદાન થયું અને ડોક્ટરે તેને જણાવ્યું કે તે હવે માત્ર ૭ મહિના જ જીવી શકશે ત્યારે તેમના જીવનમાં એકાએક નાટકીય વળાંક આવ્યો.
જોે કે સિડનીમાં ડોક્ટરોની ભવિષ્યવાણી કરતા તે બે વર્ષ વધુ જીવ્યા હતા. આ સપ્તાહના આરંભમાં તેમનું અવસાન થયું હતું પરંતુ કેન્સરની બીમારી સામે ઝઝૂમતા તેમણે છેલ્લા કેટલાક વર્ષોથી દુનિયાભરના વંચિત મુસ્લિમો માટે નાણાં આપવામાં અને એકત્ર કરવામાં સમય વિતાવ્યો છે. આ અગાઉ અલી બનાત મોંઘી કાર, મોંઘા કપડાં અને અસંખ્ય અન્ય સુખ સુખ સુવિધાઓ સાથેની જીંદગી જીવતા હતા પરંતુ કેન્સરની બીમારીની તેમને ખબર પડી ત્યારે તેમણે તમામ એશોઆરામને ત્યજી દીધા.
તેમણે જરુરતમંદોને નાણાંકીય સહાય ઉપલબ્ધ કરવા એક નોન પ્રોફીટ અને સામુદાયિક આધારીત ચેરિટી પ્રોજેક્ટ ‘મુસ્લિમ એરાઉન્ડ ધ વર્લ્ડ’(એમએડીડબલ્યુ)ની સ્થાપના કરી હતી. તેમના આ સંગઠને આફ્રિકાના ગરીબીગ્રસ્ત ટોબો વિસ્તારના ગરીબો માટે મસ્જિદો અને શાળાઓ બાંધી હતી. પોતાના સખાવતી કાર્યો દ્વારા આટલા બધા લોકોની જીંદગીમાં પરિવર્તન લાવનાર આ લખપતિનું આ સપ્તાહના આરંભે પવિત્ર રમઝાન માસમાં અવસાન થયું છે.
યુ-ટ્યૂબ ચેનલ વન પેથ નેટવર્ક પર અપલોડ કરવામાં ંઆવેલ એક ટૂકી ડોક્યુમેન્ટરીમાં અલી પોતાની બીમારીને એક ભેટ તરીકે ગણાવે છે. જ્યારે ભાષાની પોતાની પસંદગી પર સવાલ ઉઠાવ્યો તો તેમણે જવાબ આપ્યો કે મારા માટે આ એક ભેટ છે કારણ કે અલ્લાહે મને બદલવાની તક આપી છે. બનાતે તુરત પોતાનો બિઝનેસ વેચીને આફ્રિકાના ટોગોની યાત્રા કરી હતી કે જ્યાં ૫૫ ટકા વસ્તી ગરીબીરેખા નીચે જીવે છે. જો કે ૨૦૦૮ બાદ તેમની સ્થિતિમાં સુધારો થયો છે.
પોતાની યાત્રાથી પ્રેરિત બનાતે મસ્જિદની સાથે સાથે સ્થાનિક બાળકો માટે શાળાઓ બનાવવા પોતાના નાણાંનો ઉપયોગ કર્યો અને ત્યારબાદ પોતાના કાર્યક્ષેત્રનું વિસ્તરણ કરીને એક પ્રોજેક્ટની સ્થાપના કરી. આ પ્રોજેક્ટના અનેક હેતુ છે જેનો તેમણે ઉલ્લેખ કર્યો છે. ૨૦૦ વિધવાઓ, એક મિની મેડિકલ સેન્ટર અને સ્થાનિક સમુદાયને સમર્થન કરવાના હેતુથી બિઝનેસની એક ચેઇન બનાવવા માટે તેમણે એક નવા ગામનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. તમામ ભંડોળ ત્રણ પ્રોજેક્ટમાં ખર્ચાશે. છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ૬ લાખ પાઉન્ડ બનાતની યાદમાં દાન કરવામાં આવી રહ્યા છે.
બનાતે ‘ગિફ્ટેડ વીથ કેન્સર’ નામના યુ-ટ્યુબ પર અપલોડ કરવામાં આવેલા વીડિયો સંદેશામાં કહ્યું હતું કે, તમે જોઈ શકો છો કે જીવનમાં આપણી પાસે ગાડી, પૈસા અને બધું જ હોય છે. આથી ભાઈઓ-બહેનો તમારા જીવન દરમિયાન દાન માટે એક ધ્યેય બનાવવાનો પ્રયત્ન કરો. એક એવી યોજના બનાવવાનો પ્રયત્ન કરો કે જેના પર તમે કામ કરી શકો તેમન કોઈ અન્યની યોજને પણ દાન આપી શકો છો પરંતુ કશુંક કરો કારણ કે કયામતના દિવસે તમને તેની ખૂબ જરૂર પડશે.