મહુવા, તા.૧૨
ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યાના બનાવમાં સમગ્ર દેશમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરી. આવેદનપત્રો પાઠવાઈ રહ્યાં છે જેમાં રાજ્યમાં પણ આ સિલસિલો જારી છે. આજે ભાવનગર જિલ્લાના મહુવામાં મુસ્લિમ એકતા મંચના કાર્યકરો દ્વારા આ સંદર્ભે રાજ્યપાલનેે સંબોધિત કરતું એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવી દલિત યુવતીના પરિવારને ન્યાય મળે તથા આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવી માગ કરી હતી.