અંકલેશ્વર, તા.૧૯
આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ મતદારો એ તેમનું મતદાન સમજપૂર્વક કર્યું છે. અને જંગી મતદાન કર્યું છે. (અને એકાદ અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા)આંકડાઓ જોતા એમ જણાય છે કે આ વખતે ઘણા બધા મુસ્લિમ અપક્ષોએ ઉમેદવારી કરી હતી (અથવા અન્ય પાર્ટીઓ દ્વારા લોભ લાલચ આપી મત વિભાજન માટે કરાવી હતી) તેમ છતાં આંકડાઓ બતાવે છે કે, મુસ્લિમ મતદારો એ અપક્ષ ઉમેદવારોને જાકારો આપ્યો છે. તેથી જ જમાલપુર, દરિયાપુર અને વાંકાનેરમાં મુસ્લિમ ઉમેદવારો જીત્યા છે. ત્યાંના વગદાર એવા અપક્ષોને મતદારોએ પણ મત આપ્યો નથી .યુ.પી.ના ઈલેક્શન વખતે ઘણી બધી મુસ્લિમ પાર્ટીઓ અને મુસ્લિમ અપક્ષોએ ઉમેદવારી કરી હતી અને તેથી મુસ્લિમ મતોનું વિભાજન થતાં મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારોની હાર થઇ હતી અને મુસ્લિમ બહુમતીવાળા ક્ષેત્રમાં પણ મુસ્લિમ ઉમેદવારોની હાર થઇ હતી. તે જોતા ગુજરાતના ઇલેકશન પહેલાં ગુજરાત ટુડે સહિત ધાર્મિક અને સામાજિક સંગઠનોએ મુસ્લિમ મતોનું વિભાજન ન થાય તેવી અપીલ અને પ્રયત્નો કર્યા હતા અને તેમાં સફળતા મળી હોય તેમ લાગે છે.એમ પીરામણ ગામના સલીમ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.