(એજન્સી) નવી દિલ્હી,તા.૧૨
કોરોના મહામારીને કારણે દેશભરમાં લાગુ થયેલ લોકડાઉનને પગલે અર્થવ્યવસ્થા પડી ભાંગી હતી પરંતુ, અનલોકની પ્રક્રિયાની સાથે તહેવારોની સીઝનલ ડિમાન્ડ નોંધતા ભારતના અર્થતંત્રમાં ઝડપી સુધારાના અનેક સંકેત મળી રહ્યાં હતા.
આ જ સંકેતોને ધ્યાને રાખીને આજે વૈશ્વિક દિગ્ગજ રેટિંગ એજન્સી મૂડી’ઝ સર્વિસે ભારતના વિકાસદરના અનુમાનમાં સામાન્ય વધારો કર્યો છે અને આગામી સમયના રિકવરીના આંકડામાં મજબૂતાઈ દર્શાવી છે.
ગુરૂવારના રીપોર્ટ અનુસાર ૨૦૨૦ના વર્ષ માટે જીડીપીનું અનુમાન સુધારીને -૮.૯ ટકા કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે કોરોનાકાળમાં થયેલ ધોવાણને પગલે દેશનો વિકાસદર ચાલુ વર્ષે -૯.૬ ટકા રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો હતો, જેને આજે મૂડી’ઝે સામાન્ય સુધારીને -૮.૯ ટકા કર્યો છે. ગ્લોબલ મેક્રો આઉટલુક ૨૦૨૧-૨૨ના રિપોર્ટમાં પણ મૂડી’ઝે મોદી સરકાર માટે ખુશ થવાના સમાચાર આપ્યા છે. ૨૦૨૧-૨૨ના આગામી નાણાંકીય વર્ષમાં ભારતનો વિકાસદર અનુમાન ૮.૧ ટકાથી વધારીને ૮.૬ ટકા કર્યો છે. ભારતમાં કોરોના કાબૂમાં રહેવાના સંકેતની સાથે ઝડપી અને મક્કમ અનલોકની પ્રક્રિયાને કારણે અર્થતંત્ર ઝડપથી સુધરશે. ભારતમાં નવા કેસમાં નોંધપાત્ર ઘટાડો અને કોરોના મહામારીનો કર્વ ઘટી રહ્યો છે. જોકે આ સુધારાની સામે ભારત માટે એક ચેતવણી પણ રેટિંગ એજન્સીએ આપી છે. મૂડી’ઝે કર્યું કે જો દેશમાં લોન ક્રેડિટ ઘટી, લિક્વિડિટીની સમસ્યા સર્જાશે તો આ રિકવરીને ભારે અસર થશે અને તમામ સુધારાત્મક પગલાંના વળતા પાણી આવશે તેથી દેશના અર્થતંત્રને ધબકતું રાખવા માટે બેંકિંગ સિસ્ટમને ધબકતી રાખવી પડશે, જેમાં દ્ગમ્હ્લઝ્રનો ફાળો પણ મહત્ત્વનો રહેશે.