(એજન્સી) નવી દિલ્હી,તા.ર
કોંગ્રેસે મૂડીઝ દ્વારા ભારતની સોવરેટ રેટિંગમાં ઘટાડો કર્યા પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, મૂડીઝે મોદીની અર્થવ્યવસ્થા સંભાળવા પર જંક (સ્ટેટસ)થી એક સ્તર ઉપર રેટિંગ આપી છે. ગરીબ અને MSME સેક્ટરને મદદમાં ઘટનો અર્થ છે કે, એનાથી ખરાબ સ્થિતિ સામે આવવાની બાકી છે.
તે સિવાય કોંગ્રેસના અન્ય નેતાઓએ પણ મૂડીઝ દ્વારા રેટિંગમાં ઘટાડા પર મોદી સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે આ મામલે ટ્‌વીટ કરીને જણાવ્યુ કે, ક્યા ગયા મોદીજી ? અત્રે ઉલ્લેખનિય છે કે, મૂડીઝે ભારતની સોવરેટ રેટિંગમાં ઘટાડો કર્યો છે, સાથે જ આઉટલુકને નકારાત્મક શ્રેણીમાં મુક્યુ છે. પહેલા ભારતની રેટિંગ ‘Baa2’ હતી, જેને ઘટાડીને ‘Baa3’ કરી છે. મૂડીઝે જણાવ્યુ કે, ભારત સામે ગંભીર આર્થિક મુશ્કેલી છે, જેના કારણે નાણાકિય લક્ષ્ય પર દબાણ વધી રહ્યુ છે.
ઇન્ટરનેશનલ એજન્સીઓ જુદા-જુદા દેશોની સરકારોની ઉધારી ચુકવવાની ક્ષમતાનું આકલન કરે છે. તેના માટે ઇકોનોમિક, માર્કેટ અને પોલિટિકલ રિસ્કને આધાર બનાવવામાં આવે છે. આ પ્રકારે રેટિંગ જણાવે છે કે, શું દેશ આગળ ચાલીને પોતાના દેવાદારોને સમયસર દેવુ ચુકવી દેશે. આ રેટિંગ ટોપ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી લઇને જંક ગ્રેડ સુધી હોય છે. જંક ગ્રેડને ડિફોલ્ટર શ્રેણીમાં માનવામાં આવે છે.
એજન્સીઓ સામાન્ય રીતે દેશની રેટિંગ આઉટલુક રિવીઝનના આધાર પર નક્કી કરે છે. એજન્સીઓ દેશોની રેટિંગ ફ્યૂચર એક્શનની સંભાવનાને જોતા ત્રણ કેટેગરીમાં વહેંચે છે. આ કેટેગરી નેગેટિવ, સ્ટેબલ અને પોઝિટિવ આઉટલુક છે. આઉટલુક રિવિઝન નેગેટિવ, સ્ટેબલ અને પોઝિટિવ હોય છે. જે દેશના આઉટલુક પોઝિટિવ હોય છે, તેની રેટિંગને અપગ્રેડ હોવાની સંભાવના વધારે હોય છે.
આખી દુનિયામાં સ્ટાન્ડર્ડ પૂઅર્સ (S&P), ફિચ અને મૂડીઝ ઇન્વેસ્ટર્સ સોવરેન રેટિંગ નક્કી કરે છે. મૂડીઝ ઇનવેસ્ટમેન્ટ ગ્રેડ વાળા દેશોને Baa3 અથવા તેનાથી ઉંચી રેટિંગ આપવામાં આવે છે. આ જ પ્રકારે સ્પેકુલેટિવ દેશોને Ba1 અથવા તેનાથી ઓછી રેટિંગ આપવામાં આવે છે.

કોરોના અગાઉ પણ ભારતીય અર્થતંત્ર બદતર સ્થિતિમાં હતું : ભારતના સર્વોચ્ચ રેટિંગને ડાઉનગ્રેડ કરાયું : મૂડીઝ

(એજન્સી) નવી દિલ્હી,તા.ર
વૈશ્વિક ક્રેડિટ રેટિંગ્સ એજન્સી મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસીઝે ભારતની સાર્વભૌમ રેટિંગ્સમાં ઘટાડો કર્યો છે કારણ કે, તે પ્રમાણમાં ઓછી વૃદ્ધિના સતત ગાળાના જોખમોને ઘટાડવા માટે દેશની નીતિ નિર્માણ કરતી સંસ્થાઓ સામે પડકારો ઊભા કરે છે ઉપરાંત મૂડીઝે જણાવ્યું હતું કે, કોરોના મહામારી ભારતની ક્રેડિટ પ્રોફાઈલમાં નબળાઈઓને વધારે છે. જેમ કે, દેશની સંભવિતતાની સરખામણીમાં ધીમી વૃદ્ધિ, વધતા જતાં દેવા અને પરવડે તેવી ક્ષમતામાં નબળાઈ તથા નાણાકીય સિસ્ટમના ભાગોમાં સતત વધતો તણાવ અસરકર્તા છે. પરિણામે મૂડીઝે ભારતના વિદેશી ચલણ અને સ્થાનિક ચલણના લાંબાગાળાના ઈશ્યુઅર રેટિંગ્સને બીએએ-રથી બીએએ-૩માં ડાઉનગ્રેડ કર્યું હતું. જે દૃષ્ટિકોણને નકારાત્મક રીતે રાખે છે હાલમાં ભારતને સોંપાયેલા સાર્વભૌમ રેટિંગ નકારાત્મક દૃષ્ટિકોણ સાથે બીએએ-ર છે. રેટિંગ્સ ડાઉનગ્રેડ કરાતાં સરકારની લોન લેવાની યોજના અને દેશમાં આવતાં રોકાણને અવરોધશે.