(એજન્સી) મુંબઈ, તા.૩૦
બોલીવુડ માટે ર૪ કલાકની અંદર વધુ એક ખરાબ સમાચાર આવ્યા. ઋષિ કપૂર આપણને અલવિદા કહી ગયા. ઋષિ કપૂર જેમને લોકો પ્રેમથી ચિંટુજી કહીને બોલાવતા હતા તેમની ઈચ્છા હતી કે તે મરતા પહેલાં એક વખત પાકિસ્તાન જઈને પોતાની પૈતૃક જમીનને જોતા તેમનું જવું સિનેમાજગત માટે એક મોટા આંચકાથી ઓછું નથી. ઋષિ કપૂરની એક દિલથી ઈચ્છા હતી કે તે મરતા પહેલાં ફરી એક વખત પાકિસ્તાન જવા ઈચ્છતા હતા. વર્ષ ર૦૧૭માં ઋષિ કપૂરે આ વાત પોતાના ટ્‌વીટર પર લખી હતી. મૃત્યુ પામતા પહેલાં હું એક વખત પાકિસ્તાન જોવા ઈચ્છું છું. ઋષિ કપૂરે આ ટ્‌વીટ ત્યારે કર્યું જ્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પીઓકે અંગે એક નિવેદન આપ્યું હતું. અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, પીઓકે પાકિસ્તાનનું છે અને આ વાત કોઈ બદલી શકતું નથી ભલે જ ભારત અને પાકિસ્તાન પરસ્પર કેટલું જ લડે. ત્યારબાદ ઋષિ કપૂરે ફારૂકના આ નિવેદન પર સ્વીકૃતિ પણ વ્યક્ત કરી હતી. ઋષિએ ટ્‌વીટર પર લખ્યું ફારૂક અબ્દુલ્લાજી સલામ. હું તમારી સાથે સહમત છું. જમ્મુ-કાશ્મીર આપણું છું અને પીઓકે તેમનું છે. આ જ રીતે આપણે આ સમસ્યાનો ઉકેલ લાવી શકીએ છીએ. તેનો સ્વીકાર કરો. હું ૬પ વર્ષનો છું અને મૃત્યુ પામતા પહેલાં એક વખત પાકિસ્તાન જોવા ઈચ્છું છું. મરતા પહેલાં હું બાળપણની યાદોને તાજી કરવા ઈચ્છું છું. બસ કરાવી દો, જય માતા દી.
પેશાવરમાં છે કપૂર ખાનદાનનું પૈતૃક ઘર
જો કે, બોલીવુડની ફર્સ્ટ ફેમિલી તરીકે પ્રસિદ્ધ કપૂર પરિવારનો પાકિસ્તાન સાથે ગાઢ સંબંધ છે. આ પરિવારનું એક ઘર પેશાવરમાં છે અને તેનું નિર્માણ ૧૯૧૮થી ૧૯રરની વચ્ચે દિવાન બશેશવરનાથ કપૂરે કરાવ્યું હતું. તે ઋષિ કપૂરના દાદા પૃથ્વીરાજ કપૂરના પિતા હતા. ઈ.સ. ૧૯૪૭માં જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા તો કપૂર ખાનદાન પાકિસ્તાનમાંથી ભારત આવી ગયું. પેશાવરના આ ઘરને કપૂર હવેલી કહેવામાં આવી અને આ હવેલીમાં ઋષિ કપૂરના પિતા રાજકપૂરનો જન્મ ૧૯ર૪માં થયો. ભાગલા પછી કપૂર ખાનદાન ભલે જ ભારતમાં રહેવા અને શિક્ષણ મેળવવાના ઉદ્દેશથી આવ્યો હતો. કપૂર હવેલી આ સમયે પેશાવરના એક રહેણાંક વિસ્તારમાં આવેલી છે. ઈ.સ.૧૯૬૮માં હરાજીમાં છારસડાશ એક બિઝનેસમેને ખરીદી લીધી હતી. ત્યારબાદ એક પરસ્પર સમજૂતી પછી તેને પેશાવરના નાગરિકને વેચી દેવામાં આવી. આ હવેલીને હવે પાકિસ્તાની આઈએમજીસી ગ્લોબલ એન્ટસ્ટેનમેન્ટ મ્યુઝિયમમાં બદલી દીધી છે. હવેલીને ખૈબર પખ્તુનવાની સરકાર તરફથી આર્થિક મદદ મળે છે.