અમદાવાદ,તા.૭
ઓક્ટોબર મહિનામાં શાહપુર વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલી હાલતમાં આશ્રય ગૃહની ટીમને એક મહિલા મળી આવી હતી. જેને પહેલા આશ્રય ગૃહ લાવવામાં આવી હતી. જોકે મહિલા ગુજરાતી કે હિન્દી ભાષા જાણતી ન હોવાથી મહિલા ક્યાંથી આવી તે જાણી ન શકાયું હતું. તમે માતા પિતા કે મા દીકરાના કે પરિવારના સભ્યોના અનેક મિલન જોયા હશે. પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક આશ્રય ગૃહની ટીમે એક માતાનું તેના દીકરા સાથે ૧૦ વર્ષે મિલન કરાવ્યું છે. જે દીકરાએ તેની માતાને મૃત પણ માની ઘરે ફોટો ફ્રેમ પણ લગાવી દીધી હતી. જે મિલને આશ્રય ગૃહ સાથે પોલીસ બેડામાં અનેરો માહોલ ઊભો થયો હતો ૧૦ વર્ષે માતા સાથે મિલન થતા દીકરાની ખુશી સમાતી ન હતી. ૧૫૦૦૦ કિલોમિટર દૂર રહેતા દીકરા સાથે એક માતાનું ૧૦ વર્ષ પછી મિલન થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાહીબાગ ખાતે કામ કરતી આશ્રય ગૃહની ટીમે આ અનોખું કામ કરી બતાવ્યું હતું. ઓક્ટોબર મહિનામાં શાહપુર વિસ્તારમાં ફૂટપાથ પર સુતેલી હાલતમાં આશ્રય ગૃહની ટીમને એક મહિલા મળી આવી હતી. જેને પહેલા આશ્રય ગૃહ લાવવામાં આવી હતી. જોકે મહિલા ગુજરાતી કે હિન્દી ભાષા જાણતી ન હોવાથી મહિલા ક્યાંથી આવી તે જાણી ન શકાયું હતું. તેવામાં આશ્રય ગૃહની ટીમે દુભાસીયાની મદદ લીધી અને પછી જે માહિતી મળી તેનાથી આશ્રય ગૃહના કર્મી પણ તંગ રહી ગયા હતા. કેમ કે ફૂટપાથ પર મળેલી મહિલા તેલગુ ભાષા જાણતી. જે દુભાસીયાની મદદ લઈને આશ્રય ગૃહની ટીમે મહિલાના પરિવારની શોધખોળ શરૂ કરી અને મહિલાના મળ્યા બાદ ૧૨ દિવસ બાદ મહિલાના પરિવારની ભાળ મળી હતી.
અને તે પણ આંધ્રપ્રદેશની પોલીસ અને મુખ્યમંત્રીના સંપર્ક કર્યા બાદ અને બાદમાં મહિલાનો દીકરો માતાને લેવા આંધ્રપદેશથી ૧૫૦૦ કિલો મીટર દૂર અમદાવાદ લેવા પહોંચ્યો ત્યારે બનેની ખુશીનો પાર નોહતો. આશ્રય ગૃહના દુભાસીયાની મદદથી ભાળ મળી આવેલા દીકરાનો સંપર્ક થતા તપાસ કરી તો સામે આવ્યું કે મળી આવેલી મહિલા ૫૫ વર્ષીય શુભલક્ષ્મી ઉન્નત છે. જેના પતિ નાગેશ્વરરાવ ઉન્નતે ૨૦૦૬ માં અગમ્ય કારણસર આપઘાત કરી લીધો. જે બાદ મહિલા માનસિક તણાવમાં રહેતા ઘરેથી નીકળી ગઈ હતી. જોકે દીકરાને માતા અવાર નવાર તેના મામા કે જે ૧૦૦ કિમિ દૂર રહે છે ત્યાં જતા હોવાથી માતા મામાના ઘરે હોવાનો અંદાજ લગાવી શોધખોળ ન કરી. જોકે બાદમાં બનેના ઘરે મળી ન આવતા મહિનાઓ ની શોધખોળ બાદ દીકરાએ માતાનું મોત થઈ ગયા હોવાનું માની લઈ મૃત પિતાના ફોટો સાથે માતાનો ફોટો પણ લગાવી દીધો. જોકે તે બાદ અમદાવાદની આશ્રય ગૃહની ટીમે મહિલાના પરિવારને શોધવા આંધ્રપ્રદેશની સરકારની મદદ માંગી કે એકાએક દીકરાના ત્યાં સરકારી ટીમ પહોંચી.અને માતા હજી જીવિત હોવાનું કહેતા દીકરાનો હર્ષોલ્લાસ સમાતો ન હતો. બાદમાં આંધ્રપ્રદેશની સ્થાનિક પોલીસે પણ ખરાઈ કર્યા બાદ દીકરો પોલીસ કર્મી સાથે અમદાવાદ તેની માતાને લેવા આવી પહોંચ્યો. જ્યાં દીકરાએ તેની માતાને મીઠાઈ ખવડાવી અને પગે લાગી આશીર્વાદ લીધા અને પોતાની ખુશી વ્યક્ત કરી.તો આ તરફ શાહીબાગ પોલીસે પણ મહિલાને કપડાં ભેટ કરીને દીકરાનું માતા સાથે પોલીસ સ્ટેશનમાં મિલન કરાવ્યું હતું.