(એજન્સી) મેંગ્લુરૂ, તા.૧૭
કર્ણાટકના મેંગ્લુરૂમાં પશુઓની ચોરી અને હેરાફેરી કરીને ગેરકાયદેસર રીતે કતલખાનામાં વેચવા બદલ પોલીસે કટ્ટરવાદી હિંદુ સંગઠન બજરંગ દળના પૂર્વ નેતાની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા શખ્સની ઓળખ અનિલ પ્રભુ તરીકે થઈ છે જે કર્ણાટકમાં બજરંગ દળનો પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યો છે. તેનું નામ ત્યારે ખુલ્યું જ્યારે પશુઓની ચોરીમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા મુહમ્મદ યાસીન નામના વ્યક્તિએ તેના વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, અનિલ આમાં સંડોવાયેલો છે. પૂછપરછ દરમિયાન યાસીને કબૂલ્યું હતું કે, પ્રભુ તેની સાથે સંડોવાયેલો હતો. પ્રભુ અને યાસીન કથિત રીતે પશુઓની ચોરીઓ કરતાં હતા અને કતલખાનામાં વેચી નાખતા હતા. બજરંગ દળનો પૂર્વ જિલ્લા પ્રમુખ કતલખાનાઓમાંથી પ્રોટેક્શન મની લેવાનું કામ કરતો હતો. બીજી તરફ પોતાની તરફ રેલો આવતો જોઈને બજરંગ દળે સતત કહેવા માંડ્યું છે કે, પ્રભુને હવે તેમના સંગઠન સાથે કોઈ લેવા-દેવા નથી. યાસીનને પોલીસે બાંગ્લેગુડ્ડે જંક્શન પાસેથી ઝડપી પાડ્યો હતો.
Recent Comments