(એજન્સી) તા.૨૨
૫૭ વર્ષીય યુવક અબ્દુલ રાશિદ પર કેટલાક લોકોના ટોળાએ હુમલો કરી દીધો હતો અને તેના વાહનની પણ તોડફોડ કરી નાખી હતી. અબ્દુલ રાશિદ ૨૧ જૂનના રોજ રવિવારે સવારે મેંગ્લુરૂના કુદરોલીના કતલખાનાથી ભેંસના માસની કાનકાન્ડી માર્કેટ હેરફેર કરી રહ્યો હતો.
જો કે, રાશિદ પર હુમલો કરનારા ૫ અજાણ્યા યુવાનો સામે રમખાણ કરવા, ખોટી રીતે અટકાવવા, ધમકાવવા જેવા આરોપો મૂકીને કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાશિદ તેની ઓટો રિક્ષામાં છેલ્લા દાયકાથી માસની હેરફેર કરવાની કામગીરી કરે છે.
૧૪ જૂનના રોજ ૩૪ વર્ષીય મોહમ્મદ હનીફ નામના ઢોર ઢાંખર તથા પોલટ્રીના વેપારી ઉપર પણ તે સમયે હુમલો કરાયો હતો જ્યારે તે કુદરોલી ૪ ભેંસને પહોંચાડવા જઈ રહ્યો હતો તે ઘણા વર્ષોથી આ કામગીરી કરે છે.
જો કે, હુમલા અંગે હનીફ દાવો કરે છે કે તેના પર ૧૦-૧૫ યુવકોએ હુમલો કરી દીધો હતો. તેણે આ મામલે ૬ અજાણ્યા લોકો વિરૂદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે તે દાવો કરે છે કે, આરોપીઓ બજરંગ દળ સાથે સંકળાયેલા હતા. તેમને જામીન પર મુક્ત કરાયેલા હતા.
તે કહે છે કે, આ લોકો રોડ, તલવાર, લાકડીઓ સાથે લઈને આવ્યા હતા. તેઓએ એકાએક મારા પર હુમલો કરવાની શરૂઆત કરી દીધી. તેઓ મને માથા પર અને પીઠ પર મારી રહ્યા હતા તેઓ આશરે ૧૫ લોકો હતા. તેઓએ મને ટેમ્પો વડે બાંધી દીધો અને અપશબ્દો બોલવા લાગ્યા.
તે કહે છે કે, ત્યાં અનેક લોકો ઊભા હતા છતાં કોઈ મારી મદદે આવી રહ્યું નહોતું કેમ કે આ લોકોના હાથમાં હથિયારો હતા. મેં નાસવાનો પણ પ્રયાસ કર્યો હતો જ્યારે પોલીસ આવી ગઈ હતી.
જો કે, વિહિપના ક્ષેત્રીય સચિવ શરદ પંપવેલે દાવો કર્યો કે હનીફ એક ઢોર તસ્કરીનો કામ કરે છે. બજરંગદળના લોકોએ તેને વાહન તથા ઢોર સાથે પકડી પાડ્યો હતો તેણે આ ટિપ્પણી ૨૦ જૂનના રોજ એક પત્રકાર પરિષદ દરમિયાન કરી હતી.